પુલવામાના શહીદોના પરિવારના લાભાર્થે ગીરીબાપુ સુરતમાં દક્ષિણા વગર કરશે શિવકથા

PC: ambajiusa.org

સુરતની ધરતી એટલે વીર ભામાશાની ધરતી. કોઈપણ ધાર્મિક કે સામાજિક કાર્ય હોય તેમાં સુરતના દાતાઓનું નામ અગ્રેસર બોલાય છે, ત્યારે પુલવામામાં થયેલા આતંકી હુમતામાં શહીદ થયેલા 40 CRPFના પરિવારને આર્થિક સહાય મળી રહે તેવા હેતુથી સુરતના આંગળે ગીરીબાપુની શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાની એક મહત્ત્વની વાત એ છે કે, કોઈપણ કથાનું આયોજન કરવામાં આવે તે પહેલાથી જ ફંડ એકત્રિત કરવામાં આવે છે, પણ આ કથામાં પહેલાથી કોઈપણ પ્રકારનું ફંડ ઉઘરાવવામાં આવ્યું નથી અને જ્યારે કથા શરૂ થશે ત્યારે શ્રોતાઓ તરફથી જે પણ દાન આપવામાં આવશે તેનો સ્વીકાર કરવામાં આવશે.

શહીદોના લાભાર્થે થનારી આ કથાનું સ્થળ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજનું મેદાન રાખવામાં આવ્યું છે. આ શિવકથા 20 માર્ચ 2019 રોજ પ્રારંભ થશે અને 28 માર્ચ 2019ના રોજ પૂર્ણ થશે. આ ઉપરાંત વધારે લોકો આ કથાનો લાભ લઇ શકે તે માટે કથાનો સમય સાંજે 8:30થી 11:30 રાખવામાં આવ્યો છે. કથા પ્રારંભના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી કથામાં હાજરી આપશે અને તે સમયે વરાછા-કાપોદ્રા જ્વેલર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીની સોના અને ચાંદીથી રજત તુલા કરવામાં આવશે અને જેટલા વજનનું સોનું-ચાંદી થશે તે રકમનો ચેક કથા સ્થળ પર જ શહીદોના પરિવારની સહાય માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોઈપણ વ્યક્તિ ગીરીબાપુની કથા બેસાડવા ઈચ્છુક હોય તો તે વ્યક્તિને ગીરીબાપુ અને તેમના કલાવૃંદની દક્ષિણા જ લાખો રૂપિયામાં થઈ જાય છે, પરંતુ આ શિવકથામાં ગીરીબાપુ અને તેમનું કલાવૃંદ એકપણ રૂપિયાની દક્ષિણા લેશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp