ગુજરાતમાં પ્રવાસીઓને આકર્ષવા માટે વધુ ચાર સફારી પાર્ક બનાવાશે

PC: lonelyplanet.com

દેશમાં ગુજરાત સતત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે વધારે પ્રવાસીઓને આકર્ષવા માટે ગુજરાત સરકારે વિશેષ આયોજન કર્યું છે. દેશમાં સિંહના ઘર ગણાતા જૂનાગઢમાં સફારી પાર્ક બાદ હવે રાજયમાં નવા ચાર સફારી પાર્ક બનાવવાનું પ્લાનીંગ કર્યું છે. આ અંગે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર જૂનાગઢમાં આવેલા સફારી પાર્કમાં દર વર્ષો હજારો પ્રવાસીઓ સિંહદર્શન કરવા આવે છે. પ્રવાસીઓની સંખ્યામાં થઈ રહેલા સતત વધારાને ધ્યાનમાં રાખીને સરકારે ગાંધીનગર અને સુરત સહિત ચાર સ્થળો પર સફારી પાર્ક બનાવવાનું આયોજન કર્યું છે. ગાંધીનગર નજીક સાવજો માટે અલગથી સફારી પાર્ક બનાવવામાં આવશે. આ ઉપરાંત સુરતમાં દીપડા માટે સફારી પાર્ક બનાવવાનું પ્લાનીંગ કરવામાં આવ્યું છે. રાજયમાં ચાર સફારી પાર્ક બનવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે અને સરકારની આવકમાં પણ વધારો થશે. આ ઉપરાંત સિંહ અને દીપડા સહિતના પ્રાણીઓનું સરંક્ષણ પણ કરી શકાશે.

રાજયમાં ચાર સ્થળો ઉપર સફારી પાર્ક બનાવવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. હાલ કેન્દ્ર સરકારની મંજુરીની રાહ જોવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર મંજુરીની મહોર મારશે ત્યાર બાદ સફારી પાર્ક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp