સુરતથી સાળંગપુર જતા પરિવારને નડ્યો અકસ્માત, ઘટનામાં એક પરિવારના 4ના મોત

PC: youtube.com

ધંધુકા-બરવાળા હાઈ-વે પર એક કારને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં 2 મહિલા સહીત ચાર લોકોના મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે રાહદારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઘાયલ થયેલા એક વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર ધંધુકા-બરવાળા હાઈ-વે પર તગડીગામે એક ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી. આ કારમાં પાંચ લોકો સવાર હતા. અમદવાદથી અમરેલી જતા એક ટ્રકમાં પંચર પડતા ટ્રક ચાલકે ટ્રકને રસ્તાની સાઈડમાં ટ્રકને ઉભી રાખી હતી. એવામાં સવારના પાંચ વાગ્યાના સમયે સુરતથી સાળંગપુર જતી GJ 5 JR 2526 નંબરની કારના ચાલકને રસ્તાની સાઈડમાં ઉભેલો ટ્રક દેખાયો નહીં તેથી કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. જે સમયે કારનો અકસ્માત થયો હતો ત્યારે કારમાં પાંચ લોકો સવાર હતા જેમાં ત્રણ પુરષ અને બે મહિલાનો સમાવેશ થાય છે.

આ ઘટનાને પગેલ રાહદારીઓ ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા અને કારમાં રહેલા લોકોને બહાર કાઢ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, અકસ્માતમાં બે મહિલા સહીત ચાર લોકોના મોત નીપજ્યા હતા અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થવાના કારણે તેને ધંધુકાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તે વ્યક્તિને હાલત વધારે ખરાબ થવાના કારણે તેને અમદવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ અકસ્માતની ઘટનાંમાં મૃતકોના નામ સુરેશભાઈ બુટાણી, કાન્તીભાઈ બુટાણી, પ્રવિણાબેન બુટાણી, રેખાબેન બુટાણી અને ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિનું નામ યશ બુટાણી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp