વડોદરામાં 60 લાખમાં વેંચાઈ રહ્યો હતો બે મોઢાવાળો સાપ, પોલીસે પાડી રેડ

PC: photobucket.com

ગુજરાતના બરોડામાં પોલીસે સાપ વેચનાર રેકેટને પકડી પાડ્યું છે. આ રેકેટમાં પકડાયેલા લોકો 60 લાખ રૂપિયામાં બે મોંઢાવાળા સાપ વેચી રહ્યા હતા. પોલીસે વન વિભાગ અને સામાજિક કાર્યકર્તાઓ સાથે મળીને ચાર આરોપીઓને પકડીને જેલ ભેગા કરી દીધા છે. પોલીસે જણાવ્યુ હતું કે આ આરોપીઓ બે મોઢાવાળા સાપને વેંચવાનો ધંધો કરી રહ્યા હતા. પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે 'બ્લેક માર્કેટમાં આ સાપની કિંમત 60 લાખ રૂપિયા હોય છે. તેમણે આ ડીલ 60 લાખમાં જ કરી હતી.'

પ્રાણીઓ માટે કામ કરનારી એક સંસ્થાના કાર્યકર્તા રાજેશ ભાવસરે જણાવ્યું હતું કે 'તેમને જ્યારે સૂચના મળી તો તેમણે એક ડમી ગ્રાહક બનાવીને આ ચાર પાસે મોકલ્યો. ડમી ગ્રાહક સાથે આ આરોપીઓએ ડીલ કરી હતી. આરોપી એટલા ચાલાક હતા કે તેમણે પહેલા તેને ફતેહગંજ પાસે બોલાવ્યો. તેઓ ત્યાં પહોંચ્યા તો તેને અમિતનગર આવવા માટે કહેવામાં આવ્યું. રવિવારે સાંજે સાડા પાંચ વાગ્યે તેમને ઝડપી લેવામાં આવ્યા.'

વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સાપ ચાર ફૂટ લાંબો અને 3.5 કિલો વજનનો છે. આ આરોપીઓ સાથે પૂછપરછ ચાલુ છે. આ સાપ વન્યજીવ સંરક્ષણ અનિયમ 1972 અંતર્ગતના શિડ્યુલ 5મા આવે છે. તેનો અર્થ છે કે જો કોઈને આ બે મોંઢાવાળો સાપ મળે છે તો તેની જાણકારી તે વન વિભાગને આપે છે. તેનું ડોક્યુમેન્ટેશન થાય છે. જો આવું નહીં થાય તો તે એક કાયદાકીય ગુનો બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp