સુરતના સચિન વિસ્તારમાં 4 વર્ષની બાળકીને ઉઠાવી જઈ નરાધમે દુષ્કર્મ આચર્યું

PC: DainikBhaskar.com

રાજ્યની સરકાર કહે છે કે, મહિલા અને બાળકીઓ સુરક્ષિત છે પણ સરકારનો આ દાવો ક્યાંકને કયાંક ખોટો સાબિત થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે, અવાર નવાર બળાત્કાર અને છેડતી જેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આવી વધુ એક ઘટના સુરતના સચિન વિસ્તારમાં સામે આવી છે. સચિન વિસ્તારમાં એક નરાધમે ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને તેને ઝાડી ઝાંખરામાં ફેંકી દીધી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારબાદ બાળકીને સવાર માટે ખસેડવામાં આવી છે. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને ઘટના સ્થળની નજીક લાગેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર સુરતના સચિન GIDC વિસ્તારમાં એક ચાર વર્ષની બાળકી તેના ઘર નજીકથી ગૂમ થઇ ગઈ હતી. બાળકીના માતા-પિતાએ તેની શોધખોળ કરતા તે મળી આવી નહોતી. તેથી બાળકીના માતા-પિતાએ આ બાબતે સુરતના સચિન GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને લઇને સચિન GIDC પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને બાળકીની શોધખોળ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસ દ્વારા 10 ટીમો બનાવવમાં આવી હતી. પોલીસ દ્વારા બાળકીની શોધખોળ કરવા માટે ઘટના સ્થળની આસપાસ લાગેલા CCTV કેમરાના ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે એક નરાધમ આ બાળકીને તેની સાથે લઇ જઈ રહ્યો છે.

પોલીસની શોધખોળ દરમિયાન બાળકી પોલીસને સચિન રામેશ્વર કોલોની પાસે ઇન્ડસ્ટ્રિયલ પાર્કની દીવાલ પાસે આવેલા ઝાડી ઝાંખરામાંથી મળી આવી હતી. ચાર વર્ષની બાળકી પોલીસને મળી તે સમયે તે ઈજાગ્રસ્ત હાલતમાં હતી. તેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં બાળકીની તપાસ ડૉક્ટર દ્વારા કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, આ બાળકીને ગળા અને પ્રાઈવેટ ભાગે ઈજા થવા પામી છે. તેથી તેની સારવાર શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત બાળકીના પ્રાઈવેટ પાર્ટ પરથી બ્લડીંગ થવા લાગ્યું હોવાના કારણે તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp