રાજકોટમાં યુવકે મિત્રની પત્નીના વખાણ કર્યા પણ પછી...

PC: youtube.com

રાજકોટમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક યુવકે મિત્રની પત્નીની પ્રસંશા કરી જે મિત્રને પસંદ ન આવી. પત્નીની પ્રસંશા સાંભળીને પતિ ગુસ્સે ભરાયો તો પોતાના જ મિત્રની હત્યા કરી નાંખી. પોલીસે આરોપી વિરુદ્વ કેસ દાખલ કરીને જેલ પાછળ ધકેલી દીધો છે. ઘટના જામનગરના ધ્રોલ તાલુકાની છે. 22 માર્ચે 19 વર્ષીય યુવક નિલેશ માવીનું શવ રાજકોટ-જામનગર હાઈવે પાસેથી મળી આવ્યું હતું. તેને પોલીસે કબ્જે કરી હતી. આ ઘટનાની તપાસ બાદ પોલીસે રાકેશ દામોદર નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. રાકેશે તેનો ગુનો સ્વીકાર્યો હતો.  

રાકેશે જણાવ્યું હતું કે, તે સંજય રંગનીના ફાર્મ પર રહે છે. નિલેશ સંજય રંગીને ત્યાં આવ્યો હતો. અહીં બંને સાથે બેઠા અને બંને વચ્ચે સામાન્ય વાતચીત થવા લાગી. વાતચીત દરમિયાન નીલેશે રાકેશની પત્નીની પ્રસંશા કરી. નીલેશના મોઢે સતત પત્નીની પ્રસંશા સાંભળીને રાકેશને ગુસ્સો આવી ગયો. ASI સી. એમ. કાંતિલે જણાવ્યું હતું કે, ફાર્મથી રાકેશે નિલેશને ઘરે છોડવાની વાત કહી અને તે એને બાઈક પર બેસાડીને હાઈવે પાસેની હોટેલમાં પહોંચ્યો. અહીં રાકેશે એક દોરડા વડે નિલેશનું ગળું દબાવી દીધુ અને શવને રસ્તાના છેવાડે ફેંકીને પાછો જતો રહ્યો.

પોલીસે જણાવ્યું હતું કે, નિલેશના ઘરવાળાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે નિલેશ, રાકેશના ઘરે મળવા ગયો હતો. પછી પોલીસને રાકેશ પર શંકા ગઈ અને તેમણે રાકેશને પકડી લીધો. રાકેશ મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી છે અને તે પોતાની પત્ની સાથે અહીં ફાર્મ પર રહીને દેખરેખ કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp