2014થી 2018 વચ્ચે 105 મર્ડર જ્યારે 2018માં જ થઈ ગયા 32

PC: suntimesmedia.files.wordpress.com

ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાદ્યક્ષ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની એક્સપ્રેસમાં અજાણ્યા શાર્પ શૂટરો દ્વારા ફાયરીંગ કરીને કરવામાં આવેલ હત્યાનું સસ્પેન્શ હજી પણ અકબંધ છે. ત્યારે એ યાદ અપાવવું અનિવાર્ય બને છે કે બરોડા શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં એક ડઝન કરતા વધુ અનડિટેકટ મર્ડર કેસમાં આજે પણ ખૂની રમત રમનાર ખુલ્લેઆમ ફરે છે. સૌથી શરમજનક બાબત એ છે કે પોલીસની તપાસ આગળ વધી શકી નથી.

પાંચ વર્ષમાં હત્યાના 105 બનાવો બન્યા હતા. જેમાંથી હાલમાં પણ 12 બનાવો અનડિટેકટ છે. જેમકે સૌથી વધુ મર્ડર 2018માં થયા.12 મહિનામાં 32 અલગ-અલગ હત્યાની ઘટના પોલીસ સ્ટેશન નોંધવામાં આવી છે. જેમાંથી 28 તો હાલમાં પણ ડિટેક્ટ થયા છે. માત્ર 4 ઘટનાનો ભેદ હાલ સુધી ઉકેલી શકાયો નથી. પાંચ તો એવા ઇન્સીડન્ટ છે. જેમાં ડેડબોડીની અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પરંતુ હાલમાં તેના હત્યારાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp