ASI ખુશ્બુ કાનાબારની અંતિમ યાત્રામાં માતા બેભાન

PC: facebook.com/khushi.kanabar.7

રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ અને મહિલા ASI ખુશ્બુ કાનાબાર કેસમાં રોજ નવી વાતો સામે આવી રહી છે, ત્યારે આજે ASI ખુશ્બુ કાનાબારના આજે તેના વતન જામજોધપુરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે આખું ગામ ખુશ્બુની અંતિમ સંસ્કારમાં આવ્યું હતું. ખુશ્બુ કાનાબારનો ભાઇ અમરનાથ યાત્રા માટે ગયો હોવાથી તેના આવ્યા બાદ આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અંતિમ સંસ્કારમાં પોલીસકર્મીઓ પણ જોડાયા હતા. અંતિમ યાત્રા સમયે ખુશ્બુના માતા બેભાન થઇ ગયા અને ખુશ્બુના પિતા પણ બે વાર પડી ગયા હતા.

રાજકોટ કોન્સ્ટેબલ અને ASI કેસમાં વળાંક

રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા ASI ખુશ્બુ કાનાબાર અને ડી સ્ટાફના કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રવિરાજસિહ જાડેજાએ કાલાવાડ રોડ પર આવેલી કોસ્મો ચોકડી પાસે પંડિત દિનદયાલનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરના ચોથા માળે રહેતી ASI ખુશ્બુ કાનાબારના ઘરે જ ગુરુવારે મહિલા ASIની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. બંનેના મૃતદેહ મહિલા ASI ખુશ્બુના ફ્લેટમાંથી મળી આવ્યા હતા. પોલીસને જ્યારે મૃતક ASI ખુશ્બુની સર્વિસ રિવોલ્વર મળી હતી. તેમાંથી બે રાઉન્ડ ફાયરીંગ થયું હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે JCP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

આ ઘટના પછી આવી બીજી કોઈ પણ ઘટના ન બને તે માટે રાજકોટ પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજકોટના તમામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI અને જમાદાર પોતાની સર્વિસ રિવોલ્વર ઘરે નહીં લઈ જઈ શકે. ફરજ પૂર્ણ થયા પછી ASI અને જમાદારે પોલીસ સ્ટેશનમાં પોતાનું હથિયાર જમા કરાવવું પડશે.

હાલ મહિલા ASI અને કોન્સ્ટેબલના આપઘાતને લઇને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમ જેમ પોલીસની તપાસ આગળ વધતી જાય છે. તેમ તેમ નવા ખૂલાસાઓ થતા જાય છે. પોલીસ તપાસમાં જણાવવા મળ્યું છે કે, રાજકોટમાં મહિલા ASIના ઘરેથી એક રિવોલ્વર મળી આવી છે. આ રિવોલ્વર ASI વિજય કુછડીયાની હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પોલીસે પંડિત દિનદયાલ આવાસમાં લાગેલા CCTV કેમરાની પણ ચકાસણી કરી હતી. આ CCTV ફૂટેજમાં મોડી રાત્રે એક કાર બેથી ત્રણ વખત બિલ્ડીંગમાંથી બહાર જતી અને અંદર આવતી દેખાઈ હતી. જેના કારણે કારચાલક શંકાના દાયરામાં આવ્યો છે. હાલ પોલીસ કાર ચાલકની પણ શોધખોળ શરૂ કરી છે. આ શંકાસ્પદ કાર મૃતક કોન્સ્ટેબલ રવિરાજસિહ જાડેજાનો પીછો કરતી પણ દેખાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp