સુરતના પોશ વિસ્તારમા કચરો લટકે છે ઝાડ પર...

14 Jan, 2018
01:15 PM

સુરતના પોશ વિસ્તાર ગણાતા સિટી લાઈટ અને વીઆઈપી રોડ જેવા વિસ્તારોમાં કચરાને લઈને હજુ પણ લોકોની માનસિકતા ગંદવાડ ફેલાવવાની રહેલી હોવાનું જણાઈ આવી રહ્યું છે.

વીડિયો ક્લિપમાં જોઈ શકાય તેમ કચરાને પ્લાસ્ટીકના કોથળામાં ભરીને ખુલ્લા પ્લોટમાં ફેંકી દેવામાં આવે છે. ખુલ્લા પ્લોટમાં ઉગેલા ઝાડવા પર કચરાના પોટલા લટકી જાય છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા ડોર ટૂ ડોર ગાર્બેજની સિસ્ટમ અમલમાં છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ કેટલીક જગ્યા પર ગાર્બેજ કલેકશન માટે નિયમીત રીતે ગાડીઓ આવતી નથી. આના કારણે રોજે રોજના કચરાને પ્લાસ્ટીકના કોથળામાં બાંધીને ખુલ્લા પ્લોટમાં ફેંકી દેવામાં આવે છે.