બકરીના પેટમાંથી માણસ જેવું દેખાતા બચ્ચાનો જન્મ, જન્મતાની સાથે જ બાળકની જેમ રડ્યો

PC: news18.com

ધાર્મિક કથાઓમાં આપણે વિષ્ણુંના અવતાર નરસિંહ વિશે સાંભળ્યું હશે. ટીવી પર આવતી ધાર્મિક સીરીયલમાં પણ આ દ્રશ્ય જોયું હશે. પ્રાણી જગતમાંથી ક્યારેક અસાધારણ ઘટનાઓ સામે આવે છે. ક્યારેક મે માથાવાળી ભેંસનું બચ્ચુ જન્મે છે તો ક્યારેક બળદને ત્રણ શિંગળા આવે છે. દક્ષિણ ગુજરાતના તાપીમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં વાત ઝડપથી ગળે ઊતરે એમ નથી.

તાપીના સોનગઢ તાલુકાના તાપી નદીના કિનારે આવેલા સેલટીપાડા ગામે એક બકરીના પેટમાંથી માણસનો જન્મ થયો છે. પણ તે સંપૂર્ણ રીતે માનવી નથી. એક બકરીએ વૃદ્ધ જેવા દેખાતા એક વિચિત્ર જીવને જન્મ આપ્યો છે. તાપીના સેલટીપાડા ગામના એક ખેડૂત અજીતભાઈ વસાવાના ઘરે એક વિચિત્ર જીવે જન્મ લેતા કુતુહલ સર્જાયું છે. જેનું કપાળ બકરી જેવું હતું. જ્યારે આંખ મોઢું અને દાઢી માણસ જેવા હતા. એટલું જ નહીં જન્મેલા જીવને કોઈ પૂંછડી પણ ન હતી. એટલે ચહેરો માણસ જેવો અને અન્ય શરીર બકરી જેવું હતું. પણ આ જીવ માત્ર 10 જ મિનિટ સુધી જીવી શક્યું હતું. જ્યારે આ જીવનો જન્મ થયો ત્યારે જે રીતે નાનું બાળક રડે એ રીતે રડવા લાગ્યું હતું. આ જીવને ચાર પગ અને કાન બકરી જેવા હતા. કેટલોક ભાગ માનવ શરીર જેવો પણ હતો. આવું પહેલી વખત જોયું એટલે સૌ કોઈ ચોંકી ગયા હતા. સ્થાનિકોએ કહ્યું કે, ઘરમાં કોઈ પૂર્વજ જન્મયા હશે એવી માન્યતા સાથે બકરીમાંથી આવેલા આ જીવની પૂજા વિધિ કરીને એની દફન વિધિ કરવામાં આવી હતી. આ પહેલા બિહાર રાજ્યના વૈશાલી જિલ્લાના પાતેપુર ગામેથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક બકરીએ આ જ પ્રકારના એક જીવને જન્મ આપ્યો હતો.

જોકે, આ કેસમાં જીવ જન્મ લેતાની સાથે જ મૃત્યુ પામ્યુ હતું. પણ એનો આકાર માણસ જેવો હોવાને કારણે લોકોમાં કુતુહલ સર્જાયું હતું. આને કુદરતી ઘટના માનીને લોકો અનેક પ્રકારની વાત કરવા લાગ્યા હતા. જોકે, હકીકત એવી પણ છે કે, બકરી નર હોય કે માદા બંનેને દાઢી હોય છે. પણ જ્યારે તે કોઈ બચ્ચાને જન્મ આપે ત્યારે એને કોઈ શિંગળા હોતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp