જુગાર રમતા પકડાયેલા NCPના ગોબર નારોલા પ્રમુખ પદેથી સરકારે સસ્પેન્ડ કર્યા

PC: deaddictioncentres.in

શંકરસિંહ વાઘેલા NCPમાં આવ્યા બાદ NCPની પનોતી શરૂ થઈ છે. NCPના પ્રમુખ જયંત બોસ્કી સામે ગુના નોંધાયા બાદ હવે એક પ્રમુખ પણ NCPએ ગુમાવવા પડ્યા છે. દામનગર પાલિકામાં NCPના પ્રમુખપદે ગોબર નારોલા હોય, તેઓ આજથી 2 મહિના પહેલા ઢસા પોલીસને હાથે જુગાર રમતા ઝડપાયા બાદ જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેથી ગાંધીનગર ખાતેના પાલિકા કમિશ્‍નરે ગોબર નારોલાને પ્રમુખપદેથી બરતરફ કરી દીધા છે. આમ તો પાલિકાના પ્રમુખ હોય એ શહેરના પ્રથમ નાગરિક ગણાતા હોય છે. શહેરને શરમની લાગણી થતી હોય છે.

દામનગર પાલિકામાં પ્રમુખ પદે નારોલા, ઉપપ્રમુખ પદે પરમારની વરણી 29 સપ્ટેમ્બર 2018માં કરાઇ હતી. દામનગરના 6 વોર્ડની 24 બેઠકોવાળી નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ પદના અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ગોબરભાઈ નારોલા અને ઉપપ્રમુખ પદે હરેશભાઇ પરમાર વિજેતા બન્યા હતા. NCPના 18 સભ્યો ધરાવતા NCP તરફથી ગોબર નારોલા પ્રમુખ પદ માટે ચૂંટાયા હતા. ભાજપના 6 સભ્યો છે. 

2016મા બાટડમાં પણ NCPને વધુ બેઠક મળી હતી

અગાઉ ભાજપના ત્રણ નગરપાલિકાના પ્રમુખો દારૂ પિતા, જુગાર રમતા અને ભ્રષ્ટાચાર કરતા પકડાયા હતા તેમની સામે કોઈ પગલાં લેવાયા નથી. કોંગ્રેસના બે નગરપાલિકાના પ્રમુખને પણ આ રીતે છાવરી દેવાયા હતા. તો NCPના પ્રમુખ સામે પાલિકા કમિશનરે કેમ પગલા લીધા છે તે હવે ચર્ચા શરૂ થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp