ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્ય: કઇ રાશિ માટે કેટલો ફાયદો, કોણે મહેનત કરવી પડે

PC: khabarchhe.com

મહા સુદ અગિયારસ

મંગળવાર

23 ફેબ્રુઆરી 2021

પારસી રોજ 12

મુસ્લિમ રોજ 10

નક્ષત્ર: આદ્રા

યોગ: આયુષ્યમાન

કરણ: બવ

આજરોજ જન્મેલા બાળકનું નામ મિથુન રાશિ અને અક્ષર (ક, છ, ઘ) પરથી પાડવાનું રહેશે.

રાહુકાળ 15:46થી 17:13

આજે પંચક નથી

આજે જયા એકાદશી.

મેષ: આજનો દિવસ આપના માટે કરેલા લાભનું ફળ મેળવવાનો છે, આજના દિવસમાં ઓછી મહેનતે વધુ લાભ મળી રહેશે, આજે શારીરિક કક્ષામાં આળસનું વાતાવરણ જણાય.

વૃષભ: આજનો દિવસ આપના માટે આર્થિક દ્રષ્ટિએ સારો બને છે, મગજને શાંત રાખીને પારિવારિક સંબંધોને આગળ વધારવા.

મિથુન: આજનો દિવસ દામ્પત્ય જીવન માટે મધુર બની રહે, માનસિક કક્ષાથી સ્વસ્થતા જણાય, આજના દિવસોમાં કોઈપણ લાલચમાં ફસાવવું નહીં.

કર્ક: આજનો સમય આપના માટે વિરોધીઓથી સાચવવાનો છે, ખર્ચનું પ્રમાણ બને તેટલું ઓછું રાખવું, શારીરિક કક્ષામાં શરદી, ખાંસીના પ્રશ્ન હેરાનગતિનું કારણ બની રહે.

સિંહ: આજનો દિવસ આપના માટે સંતાનોના પ્રશ્ન હલ થઇ શકે તેઓ છે, વિદ્યાર્થી બંધુઓએ વધુ મહેનત કરવી.

કન્યા: આજના દિવસમાં આપને કામકાજની જગ્યા પર સાચવવાની જરૂર છે, આર્થિક પરિસ્થિતિ વ્યવસ્થિત જળવાઈ રહેશે, સાથે કાર્ય કરતા વ્યક્તિઓ સહકાર આપશે.

તુલા: આજનો દિવસ આપના માટે બગડેલા સંબંધોને સુધારવા માટેનો છે, આજના દિવસોમાં કરેલા કામમાં ઓછી મહેનત અને વધુ ફળવાળી પરિસ્થિતિ બને.

વૃશ્વિક: આજનો દિવસ આપના માટે આર્થિક દ્રષ્ટિથી સારો બને છે, આજના દિવસમાં પાણીથી સાચવવાની જરૂર છે, કોઈપણ પરિસ્થિતિમાં લાલચમાં ફસાવવું નહીં.

ધન: આજનો દિવસ આપના માટે માનસિક દ્રષ્ટિથી સારો બને, જેથી સ્વસ્થ મનથી વધુ સારું કાર્ય કરી શકશો, આર્થિક સ્થિતિ જળવાઇ.

મકર: આજનો દિવસ આપના માટે શારીરિક કક્ષાથી જરા નબળો બને છે, બીજી પરિસ્થિતિ સારી બની રહે, કામકાજ અને આર્થિક પરિસ્થિતિ સારી છે.

કુંભ: આજનો દિવસ જુના મિત્રોથી મળવાનો છે, ભવિષ્યમાં સારા ફાયદાના યોગ બને, વિદ્યાર્થી બંધુઓએ આળસથી દૂર રહેવું.

મીન: આજનો દિવસ આપના માટે પારિવારિક પરિસ્થિતિથી સારો છે, પરિવાર અને ઘર માટે સમય આપી શકશો, આર્થિક પરિસ્થિતિ ખુબ સારી બની રહે.

શાસ્ત્રી ડૉ.કર્દમ દવે

9825631777

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp