ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

તારીખ: 25-11-2021

દિવસ: ગુરુવાર

મેષ: આજે જેટલી આવક હશે એટલો જ સામે ખર્ચ થશે, આકસ્મિક ખર્ચ આર્થિક સંતુલન બગાડી શકે,નોકરિયાત વર્ગને કામનો ભાર અધિક રહેશે, વિદ્યાર્થી વર્ગને મહેનત કરવી જરૂરી છે.

વૃષભ: આજે વ્યાવસાયિક યોજનામાં અચાનક કોઇ બદલાવ આવવાની સંભાવના રહે, કોઇપણ કાર્યમાં પાક્કો નિર્ણય નહીં લઇ શકો, વાદ-વિવાદ ટાળવો.

મિથુન: વાણીમાં ઉગ્રતા આવવાથી વ્યર્થનો કોઇ વિવાદ ઉભો ન થાય તેનું ધ્યાન રાખવું, આજના દિવસે દરેક કાર્યમાં સાવધાની રાખવી, સ્વાસ્થ્યની કાળજી રાખવી.

કર્ક: રોકાયેલા નાણા પરત ફરવાના યોગથી શાંતિ અનુભવશો, આજે શેર સટ્ટાથી તેમજ ઉધાર નાણા કોઇને ન આપવા સૂચન છે, મહિલા વર્ગ માટે ઉત્તમ દિવસ.

સિંહ: વ્યવસાય ક્ષેત્રે લાભદાયી દિવસ રહે, કોઇ અંગત વાતને લઇને મનમાં અકારણ ચિંતા ઉદભવી શકે, ઘરના વડીલોથી લાભ મળે.

કન્યા: આજે તમે સ્વભાવથી એકદમ ચંચળ અને રમૂજી રહેશો, કાર્ય વ્યવસાયમાં અચાનક લાભ પ્રાપ્ત થાય, સ્વાસ્થ્યની કાળજી રાખવી.

તુલા: ઉધારની લેણદેણ આજના દિવસે ન કરવા સૂચન છે, ઘર-પરિવારમાંથી પણ આજે વધારે સહયોગ પ્રાપ્ત થાય નહીં,ધીરજ અને સંયમ સાથે આજે દિવસ પસાર કરવો.

વૃશ્વિક: કલ્પના કરતા વધારે આજે આર્થિક લાભ થાય, ઉધાર બાકી હોય તો આજે ચુકવવામાં તમારો ફાયદો છે, નોકરિયાત વર્ગ આજે સાચવવું,સ્વાસ્થ્યમાં સુધારો આવે.

ધન: આજે ઘણો શુભદાયી દિવસ રહે, પરિવારમાં સુખ શાંતિ રહે, ધાર્મિક કાર્યોમાં આજે ખર્ચ થાય, સ્વાસ્થ્યની કાળજી રાખવી.

મકર: આજનો દિવસ તમારા માટે મંગળકારી રહે, આજે તમારામાં પરોપકારની ભાવના રહે, ભાઇ-ભાડું સાથે વિવાદ ટાળવો, ઘરના વડીલો સાથે સમય પસાર કરવો.

કુંભ: સરકારી કાર્યોમાં આજે ધન અને સમય વ્યર્થ ના કરવો, આર્થિક વ્યવહાર પણ સમજી વિચારીને કરવો, વિવાદ ટાળવો.

મીન: કાર્યક્ષેત્રે આજે ફાયદો પ્રાપ્ત થાય, વિવાદ ટાળવો, સ્વાસ્થ્ય ઉત્તમ રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp