ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 25-01-2023

દિવસ: બુધવાર

મેષ: કાર્યક્ષેત્રમાં અવનવી તકો જણાય, સાવચેતી રાખીને આગળ વધવું, આવનાર વિઘ્નો હળવા થતા જણાય.

વૃષભ: દિવસ ચિંતામાં પસાર થાય, ઉદાસીનતાનો અનુભવ થાય, કાર્યક્ષેત્રમાં રૂચિ ન આવે, આરોગ્ય સારું રહે.

મિથુન: મનનું ધાર્યું મનમાં રહી જાય, બોલવાથી વાદ-વિવાદ જાગે, કોઇપણ કાર્યની શરૂઆત વિચારીને કરવી.

કર્ક: દરેક કાર્યમાં વિઘ્નો દૂર થાય, આગળ વધવાના માર્ગો મળે, શાંતિનો અનુભવ થાય.

સિંહ: મન ઉગ્રતા અને બેચેની અનુભવે, અજાણ્યા ડરનો સામનો કરવો પડે, વાદ-વિવાદથી બચવું.

કન્યા: પોતાની લાગણીઓ પર કાબુ રાખવો, નિરાશા ખંખેરી નવા માર્ગો પર પ્રવાહિત થવું, સ્વજનનો સાથ સહકાર આપે.

તુલા: મહેનત રંગ લાવે, નાણાની ઉણપ દૂર થાય, સ્વાસ્થ્ય સારું રહે.

વૃશ્વિક: આર્થિક રીતે સ્વનિર્ભર બનો, નાણાકીય ભીડ દૂર થાય, ગૃહમાં ક્લેશ દૂર થાય.

ધન: નાણાકીય તકલીફો દૂર થાય, વાહન-મકાન ખરીદવાના યોગ બને, શેર-સટ્ટામાં આકસ્મિક લાભ થાય.

મકર: બેચેની અને મનની મૂંઝવણ દૂર થાય, ગૃહજીવનમાં વાદ-વિવાદથી બચવું, આરોગ્ય સાચવવું.

કુંભ: પરિસ્થિતિ સુધરતી જણાય, કરેલી મહેનતનું ફળ મળતું દેખાય, સ્વાસ્થ્ય સાચવવું.

મીન: ગૃહ ક્લેશ ન થાય તે સાચવવું, મનની ચિંતાઓનો અંત આવે, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp