વાહન વ્યવહાર કચેરીનો આદેશ, 150થી વધુ RTO ઇન્સ્પેક્ટર ચેકિંગની કામગીરીમાં જોતરાયા

PC: dnaindia.com

ગુજરાત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા જે વાહનોનો ટેક્સ બાકી હોય, તેના ટેક્સની વસુલાત કરવાના આદેશો આપવામાં આવ્યા છે. ટેક્સ વસુલાત કરવાની કામગીરી કરવામાં 150થી વધારે RTO ઇન્સ્પેકટરો જોડાયા છે. આ કાર્યવાહી દરમિયાન સરકારના આદેશ અનુસાર જે વાહનોને RTO ચેકિંગ દરમિયાન ટેક્સ ન ભર્યા હોય, વાહન ઓવર લોડિંગ હોય, તેમની પાસેથી ટેક્સની વસુલાત કરવામાં આવશે અને જે વાહનો દ્વારા રોડ સેફ્ટીના નિયમોનું પાલન ન કરવામાં આવતું હોય તેવા વાહન ચાલકોને દંડ પણ ફટકારવામાં આવશે. આ ઉપરાંત વાહનની લંબાઈ અને પહોળાઈ કરતા વધારે સામાન ભર્યો હોય તો તેવા વાહનો સામે પણ કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા છે.

ચેકિંગની કાર્યવાહી કરવા અને ટેક્સની વસુલાત કરવા માટે ટોલનાકા સહિતના 32 ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ચેકિંગ અને ટેક્સ વસુલાતની કાર્યવાહી કરવાના કારણે સરકારને અંદાજિત 7 કરોડ રૂપિયાની આવક થઇ હોવાની માહિતી મળી રહી છે. આ કામગીરી કરવા માટે રાજ્યના તમામ RTOએ પ્રતિદિન 12 કલાકની કામગીરી કરવાની રહેશે અને ચેકિંગ કર્યા પછી તેનો રીપોર્ટ પણ સબમિટ કરાવવાનો રહેશે. આ આદેશ અનુસાર અધિકારીઓના ચેક પોઈન્ટ પણ બદલામાં આવશે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp