ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં સરકાર 30 પોલિસીના લાભ આપશે

PC: deshgujarat.com

ગુજરાત સરકાર તેની 30 પોલિસીનો લાભ ઇન્વેસ્ટરોને વાઇબ્રન્ટ સમિટમાં આપવા માગે છે. આ પોલિસીના આધારે જે તે ઉદ્યોગજૂથ સાથે એમઓયુ કરવામાં આવશે. ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે 30 પોલિસીની રચના કરી છે. આ પોલિસી 2021 સુધીની સમય મર્યાદા ધરાવે છે તેથી ઉદ્યોગજૂથોને તેનો લાભ આપવામાં આવશે. એક ટેક્સટાઇલ પોલિસીની અવધિ ખતમ થઇ ગઇ હોવાથી સરકારે ટેક્સટાઇલની નવી પોલિસી બનાવી છે. ગુજરાતને પોલીસ ગ્રિવન તરીકે જોવામાં આવે છે સરકારે ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી 2015માં બહાર પાડી હતી જ્યારે એમએસએમઇ માટે પણ એક પોલીસી બહાર પાડવામાં આવી છે. એ ઉપરાંત એમએસએમઇ તેમજ એક્સપોર્ટ એવોર્ડ માટે પણ ગાઇડલાઇન નક્કી કરી છે.

રાજ્ય સરકારે ઉદ્યોગો માટે જનરલ ઇન્સેન્ટિવ સ્કીમ પણ બહાર પાડી છે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે પણ ઇન્સેન્ટિવની સ્કીમ ઉપલબ્ધ છે. ઉદ્યોગો માટેના લેબર માટે પણ સરકાર રાહતો આપી રહી છે. ગુજરાતમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે પણ સરકાર મદદ કરી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ સરકાર સહાય કરે છે. સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે પણ સરકારની સહાય બહુ મોટી આપવામાં આવે છે. સરકારે પ્લાસ્ટિક પોલિસી, ટુરિઝમ પોલિસી, કોટેજ અને રૂરલ ઇન્ડસ્ટ્રીઝ પોલિસી 2016માં બહાર પાડી છે.

એરોસ્પેસ અને ડિફેન્સ માટે પણ પોલિસી ની રચના કરવામાં આવી છે. કૃષિ માટે એગ્રો બિઝનેસ પોલિસી પણ કાર્યરત કરવામાં આવી છે. બાયોલોજી પોલિસી પણ અસ્તિત્વ ધરાવે છે. સરકારે ઇલેક્ટ્રોનિક્સ પોલિસી બનાવી છે જે વાઇબ્રન્ટમાં મદદરૂપ થઇ શકે છે. આઇટી અને આઇટીઇએસ પોલિસી 2021 સુધી કાર્યરત છે, જ્યારે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી પોલિસી પણ બનાવવામાં આવેલી છે. ગુજરાતને આઇટી હબ બનાવવા માટે આ પોલિસી આઇટી એકમોને બળ આપશે. સરકારે ઊર્જા માટે સોલાર પાવર પોલિસી સાથે વિન્ડ પાવર પોલિસી પણ કાર્યરત કરવામાં આવી છે. નવા પ્રકારની વેસ્ટ ટુ એનર્જી પોલિસી તાજેતરમાં જ બનાવવામાં આવી છે. ગુજરાતમાં હેલ્થ પોલિસી પણ અસ્તિત્વ ધરાવે છે. ગુજરાતી પણ જોવામાં આવે છે ગુજરાતમાં સ્પોર્ટ્સ પોલીસી પણ અસ્તિત્વ ધરાવે છે.

સરકારે સ્મોલ હાઇડલ અને સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ તેમજ ઇનોવેશન્સ અંગે પોલિસી બહાર પાડ્યા પછી જીટીયુમાં યુવા વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કરતા થયા છે. સરકાર પાસે ગારમેન્ટ એન્ડ એપરલ, ટ્રીટેડ વોટર અને જેમ્સ એન્ડ જ્વેલરી પોલિસી છે. આ તમામ પોલિસી વાઇબ્રન્ટ સમિટમાં આવનારા બિઝનેસ ડેલિગેશન સમક્ષ રજૂ કરવામાં આવશે. સરકારે સુરતની જેમ આખા રાજ્ય માટે ટ્રાફિક અને પાર્કિંગ પોલિસી બહાર પાડવાનું પણ નક્કી કર્યું છે. આગામી દિવસોમાં સરકાર ઇલેક્ટ્રોનિક વાહનો માટે નવી પોલિસી લઇને આવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp