26th January selfie contest

રાજભવનને લોકભવનમાં ફેરવી નાંખનાર રાજ્યપાલને ચૂપચાપ વિદાય કરી દેવાયા, નવા કોણ?

PC: eenaduindia.com

રાજ્યના 24માં રાજ્યપાલ ઓ.પી.કોહલીનો કાર્યકાળ 15મી જુલાઈએ પૂર્ણ થવામાં હવે બે દિવસ બાકી છે. તેમને રાજભવનમાં 12 જૂલાઈ 2019ના દિવસે વિદાય આપવામાં આવી છે. ત્યારે તેમના પત્ની લેડી ગવર્નર અવિનાશ કોહલી પણ સાથે હતા. તેમનો છેલ્લો કાર્યક્રમ એક પુસ્તકનું વિમોચન કરવાનું હતો. આમ ભાજપના નેતાને ચૂપચાપ વિદાય કરી દેવાયા છે. તેમના સ્થાને કોણ આવશે તે છેલ્લી ઘડીએ રહસ્ય ખૂલશે.

વર્ષ સુધી ગુજરાતમાં રહ્યાં અને બેકારી વધી હોવાના તેમના અભિપ્રાયને બાદ કરતાં કોઈ વિવાદ તેમના નામે રહ્યો નથી. તેઓ દરેકને મળતા હતા તેથી તેમણે રાજભવનને લોક ભવન બનાવ્યું હતું.

મોટા ભાગે તેમણે સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ઉદઘાટનો કર્યા હતા. તેમણે આ રીતે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો સમય બચાવી આપ્યો હતો. તે સિવાય તેમનું કોઈ મોટું યોગદાન વર્ષમાં રહ્યું નથી. ઓ.પી. કોહલી રાજ્યપાલ પદે બીજી ટર્મ સુધી રહેશે એવી ધારણા હતી.

16 જુલાઈ 2014ના ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણૂંક થઈ હતી.

રાજ્યપાલ ઓ.પી.કોહલી રાજધાની દિલ્હી ભાજપના સક્રિય સભ્ય અને દિલ્હી ભાજપના પ્રમુખ તરીકે 1999-2000માં હતા. 1994 થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય હતા. દિલ્હી વિશ્વવિદ્યાલય શિક્ષક સંઘ (DUTA) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓએ દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી હિન્દી ભાષામાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી અને પછી 37 વર્ષ સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજ ખાતે વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપેલી છે. હિન્દી ભાષામાં રાષ્ટ્રીય સુરક્ષા કે મોર્ચે પર’, ’શિક્ષાનીતિ’ અને ભક્તિકાલ કે સંતો કી સામાજીક ચેતના’ નામનાં ત્રણ પુસ્તકો લખ્યાં છે.

ગુજરાતના 24માં રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી વિદાય થયા બાદ તેમના સ્થાને કોણ આવશે તેની જાહેરાત આજે અથવા કાલે થઈ શકે છે. જો જાહેરાત નહીં થાય તો મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને હવાલો આપવાની શક્યતા છે. પણ નરેન્દ્ર મોદી એવા વ્યક્તિ પસંદ કરે છે કે જેનું ક્યાંય નામ ચર્ચામાં ન હોય. નક્કી થાય અને ચર્ચા થાય તો તેમને નિમણુંકમાંથી પડતા મૂકવામાં આવે છે. ગુજરાતના નવા રાજ્યપાલ કોણ હશે તે અંગે બે મહિનાથી અટકળો શરૂ થઇ હતી. વિદાય બાદ ગુજરાતના નવા રાજ્યપાલની નિમણૂક થશે જો કે જ્યાં સુધી નવા રાજ્યપાલની શોધ ન થાય ત્યાં સુધી મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને ગુજરાતની જવાબદારી સોંપાય તો નવાઈ નહીં.

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાનાગાલેન્ડના પદ્મનાભ આચાર્યમહારાષ્ટ્રના સી.વી. રાવઉત્તર પ્રદેશના રામ નાઈકપશ્ચિમ બંગાળના કેસરીનાથ ત્રિપાઠીગોવાના મૃદુલા સિન્હાકેરળના પી. સદાશિવમ્ વગેરેની પાંચ વર્ષની મુદત જુલાઈ-ઓગષ્ટના અરસામાં પુરી થઈ રહી છે.

વજુભાઈ વાળા તા. 1 સપ્ટેમ્બર 2014થી રાજ્યપાલ પદે છે. ઓમપ્રકાશ કોહલી ગુજરાતમાં 16 જુલાઈ 2014થી રાજ્યપાલ તરીકે કાર્યરત છે. ગુજરાતના આનંદીબેન પટેલ 23 જાન્યુઆરી 2018થી મધ્ય પ્રદેશમાં રાજ્યપાલ છે.

રાજ્યપાલની વિદાય બાદ હવે 25માં રાજ્યપાલ કોણ હશે તેની ચર્ચા શરૂં થઈ છે. ત્યારે ગુજરાતના મે 1960થી આજ સુધીના 59 વર્ષ સુધીમાં 24 રાજ્યપાલો કોણ હતા તેની વિગતો

અત્યાર સુધીના રાજ્યપાલોની યાદી

ક્રમ     રાજ્યપાલ      સમયગાળો

      મહેંદી નવાઝ જંગ      ૧-૫-૧૯૬૦ થી ૩૧-૭-૧૯૬૫

      નિત્યાનંદ કાનુગો       ૧-૮-૧૯૬૫ થી ૬-૧૨-૧૯૬૭

      પી.એન.ભગવતી (કાર્યકારી)    ૭-૧૨-૧૯૬૭ થી ૨૫-૧૨-૧૯૬૭

      ડૉ.શ્રીમન્નારાયણ ૨૬-૧૨-૧૯૬૭ થી ૧૬-૩-૧૯૭૩

      પી.એન.ભગવતી (કાર્યકારી)    ૧૭-૩-૧૯૭૩ થી ૩-૪-૧૯૭૩

      કે.કે.વિશ્વનાથન         ૪-૪-૧૯૭૩ થી ૧૩-૮-૧૯૭૮

      શ્રીમતી શારદા મુખર્જી   ૧૪-૮-૧૯૭૮ થી ૫-૮-૧૯૮૩

      પ્રો.કે.એમ.ચાંડી ૬-૮-૧૯૮૩ થી ૨૫-૪-૧૯૮૪

      બી.કે.નહેરુ      ૨૬-૪-૧૯૮૪ થી ૨૫-૨-૧૯૮૬

૧૦     આર. કે. ત્રિવેદી ૨૬-૨-૧૯૮૬ થી ૨-૫-૧૯૯૦

૧૧     મહિપાલસિંહ શાસ્ત્રી     ૨-૫-૧૯૯૦ થી ૨૦-૧૨-૧૯૯૦

૧૨     ડૉ. સ્વરૂપસિંહ   ૨૧-૧૨-૧૯૯૦ થી ૩૦-૬-૧૯૯૫

૧૩     નરેશચંદ્ર સક્સેના       ૧-૭-૧૯૯૫ થી ૨૯-૨-૧૯૯૬

૧૪     કૃષ્ણપાલસિંહ   ૧-૩-૧૯૯૬ થી ૨૪-૪-૧૯૯૮

૧૫     અંશુમનસિંહ    ૨૫-૪-૧૯૯૮ થી ૧૫-૧-૧૯૯૯

૧૬     કે. જી. બાલક્રિશ્નન (કાર્યકારી)       ૧૬-૧-૧૯૯૯ થી ૧૭-૩-૧૯૯૯

૧૭     સુંદરસિંહ ભંડારી        ૧૮-૩-૧૯૯૯ થી ૬-૫-૨૦૦૩

૧૮     કૈલાશપતિ મિશ્રા        ૭-૫-૨૦૦૩ થી ૨-૭-૨૦૦૪

૧૯     ડૉ. બલરામ ઝાખડ (કાર્યકારી)  ૩-૭-૨૦૦૪ થી ૨૩-૭-૨૦૦૪

૨૦     નવલકિશોર શર્મા       ૨૪-૭-૨૦૦૪ થી ૨૯-૭-૨૦૦૯

૨૧     એસ. સી. જમિર (કાર્યકારી) ૩૦-૭-૨૦૦૯ થી ૨૬-૧૧-૨૦૦૯

૨૨     ડૉ.કમલા બેનિવાલ     ૨૭-૧૧-૨૦૦૯ થી ૦૭-૦૭-૨૦૧૪

૨૩     માર્ગારેટ આલ્વા (કાર્યકારી)     ૦૭-૦૭-૨૦૧૪ થી ૧૬-૦૭-૨૦૧૪

૨૪     ઓમપ્રકાશ કોહલી      ૧૬-૦૭-૨૦૧૪ થી 15-07-2019 સુધી

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp