ગોવિંદ ધોળકીયાએ PM મોદીને ભેટમાં આપ્યો અનોખો ડાયમંડ
ભાજપના રાજ્યસભા સાંસદ અને જાણીતા ડાયમંડના વેપારી ગોવિંદભાઇ ધોળકીયાએ પ્રધાનમંત્રી નકરેન્દ્ર મોદીને એક અનોખો ડાયમંડ ભેટમાં આપ્યો છે જેને જોઇને PMએ પણ ખુશી વ્યક્ત કરી છે.
ગોવિંદભાઇ ધોળકીયાએ એક વીડિયોમાં જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના જ્વેલ છે એટલે અમે તેમને ભારત દેશના આકારનો એક ડાયમંડ ભેટમાં આપ્યો છે, જે એક જ હીરામાંથી બનાવવામાં આવ્યો છે. ધોળકીયાએ કહ્યુ કે અમે PMને 2 કેરેટ 12 સેન્ટનો હીરો ભેટમાં આપ્યો અને જોગાનુજોગ એ દિવસે 2 તારીખ અને 12મો મહિનો પણ હતો.
PMએ ગોવિંદ ધોળકીયાને કહ્યું કે, આ તમારો અને તમારા પરિવારનો રાષ્ટ્રપ્રેમ બતાવે છે અને તમારી નવી પેઢીએ આ ક્રીએશન કર્યું છે તે જાણીને ખુશી થઇ છે. આવનારા દિવસોમાં તમારી નવી પેઢી અનેક યુવાનોને પ્રેરણા આપશે. આ ડાયમંડ રાજેશભાઇ કાછડીયા અને વિશાલ ઇટાલિયાએ બનાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp