GPP ONEના ઇકોલક્ઝુરીયસ ફાર્મહાઉસ ઇનૉગ્રેશન સમારંભ

અમદાવાદ (ગુજરાત) [ભારત], 25 જાન્યુઆરી: GPP ONE ના ઇકોલક્ઝુરીયસ ફાર્મહાઉસના ઇનૉગરેશન સમારંભમાં, શહેરના 400 થી વધુ પ્રોમિનેન્ટ ફિગર્સ એકત્ર થયા હતા. આ સમારંભમા એક નવી વિચાર દ્રષ્ટિની ઉજવણી કરવામાં આવી હતી. મોડર્ન લક્ઝરી અને નેચર ને બ્લેન્ડ કરીને કેવી રીતે GPP One ફાર્મહાઉસ કોમ્યુનિટીને એક ઈકો કૉન્શિયસ અને સસ્ટેનેબલ કોમ્યુનિટી બનાવામાં આવી છે એ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. GPP ONE ના કુદરતી અને શાંત વાતાવરણમાં આયોજિત આ ઈવેન્ટે ઉપસ્થિતોને મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને તેમને ઇકો-લક્ઝુરીયસ ફાર્મહાઉસ કમ્યુનિટીનો ઇમર્સિવ અનુભવ કરાવ્યો હતો.
ઉદ્યોગના અગ્રણી આર્કિટેક્ટ્સ, રિયલ એસ્ટેટ ડેવલપર્સ, પર્યાવરણવિદો અને બિઝનેસ લીડર્સ જેવા અગ્રણી વ્યક્તિઓએ આ ઇવેન્ટની શોભા વધારી હતી, જેના કારણે અમદાવાદના રિયલ એસ્ટેટ ક્લચરમાં આ કાર્યક્રમ અનોખો બની રહ્યો હતો. આ ઇવેન્ટ માત્ર પ્રોપર્ટીનું પ્રદર્શન નહીં, પરંતુ સસ્ટેનેબિલિટીમાં મૂળ ધરાવતી લાઇફસ્ટાઇલની ઉજવણી હતી.
નેચર ઇમર્સીવ એક્સપેરિએન્સ મળે એ રીતે સાઇટ ટૂર સાથે દિવસની શરૂઆત થઈ, ટૂરમાં પ્રોજેક્ટની સસ્ટેનેબલ લિવિંગ પ્રત્યેના વિઝન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ગેસ્ટ્સ નેચર વિલાઝ ના લેન્ડસ્કેપમાં ફરતા અને મોડર્ન ડિઝાઇન અને પ્રકૃતિ સાથેના બોન્ડને અનુભવતા જોવા મળ્યા હતાં.
કાર્યક્રમમાં એક અનોખું આકર્ષણ "મેક યોર ઓન ફ્રેગ્રન્સ" નામની અનોખી એક્ટીવીટીએ મહેમાનોને પ્રકૃતિના તત્વથી પ્રેરિત પરફ્યુમ્સ બનાવવાની મજા માણી હતી. સસ્ટેનેબિલિટીના હેતુ પ્રત્યે પ્રતિબદ્ધ ઓટોમોબાઇલ ડીલર્સ સાથેના ટાય-અપ હેઠળ લક્ઝરી કાર્સની EV રેન્જ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. મહેમાનોએ મસ્ત મજાનાં રિફ્રેશમેન્ટ્સ સાથે નેટવર્કિંગની તક મળી, જેમાં સસ્ટેનેબલ લિવિંગના ભવિષ્ય વિશે ચર્ચા કરી અને ગ્રીન ઇન્વેસ્ટમેન્ટ્સ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
અંતે, ઇવેન્ટની ફીડબેક સ્વરૂપે એક પ્રતિભાવ મળ્યો કે, “આ કોઈ સામાન્ય પ્રોપર્ટી લોન્ચ નથી; આ ફ્યુચર લિવિંગ ના કૉન્સેપ્ટ ને સકાર કરતો પ્રોજેક્ટ છે.
GPP ONE - સસ્ટેનેબલ લિવિંગનું ગુજરાતનું પ્લેટિનમ રેટેડ ઉદાહરણ.
અમદાવાદથી માત્ર 30 મિનિટ સ્થિત, GPP One ગુજરાતનું પહેલું અને માત્ર ફાર્મહાઉસ કોમ્યુનિટી છે, જે સસ્ટેનેબિલિટી દ્વારા મૉડર્ન લક્ઝરીને નવી રીતે વ્યાખ્યાયિત કરે છે. એન્ટરપ્રેન્યુર અમિત રાવ અને તેમની પ્રતિબદ્ધ ટીમ દ્વારા વિચારેલા આ પ્રોજેક્ટને જીવંત બનાવતા લગભગ 1,000 દિવસનો સમય લાગ્યો. જે બાબતો GPP ONEને અલગ પાડે છે તેમાં મોડર્ન લિવિંગ અને પર્યાવરણીય સંતુલનનું સુમેળભર્યું મિશ્રણ બનાવવા માટેની અડગ પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે. એક એવો વિચાર જે કોએક્સિસ્ટન્સ અને સસ્ટેનેબલ નેચર લિવિંગની આસપાસ દોરાયેલ છે.
GPP ONE તેના મૂળમાં એ શૂન્ય અનુભવનું જીવંત સ્વરૂપ છે, જે સ્થાપકના પોતાના ખાનગી ફાર્મહાઉસ - શૂન્ય ફાર્મ ખાતે ઇકો-કોન્શિયસ લિવિંગના એક્સપેરિમેન્ટ્સથી ઇન્સ્પાયરડ છે. આ અનોખી ફિલોસોફી "શૂન્યતા"ને સાકાર કરવા વિશે છે, જેમાં લક્ઝરીયસ કો-એક્સિસ્ટન્સ ને સસ્ટેનેબલ બનવા માટે નું અભિગમ છે. અહીં, શહેરી જીવનની ભાગદોડ ભુલાઈ જાય છે, એના બદલે કુદરતનો શાંતિદાયક અવાજ સાંભળવા મળે છે.
3 સાઇડ વોટર 1 સાઇડ ફોરેસ્ટ થી ઘેરાયલુ GPP One, જીવનને પ્રકૃતિની શાંતિ સાથે જોડવા માટે નેચરલ સિસ્ટમ પ્રદાન કરે છે. આ એક નેચરલ લિવિંગ વાળી ફીલિંગ આપે છે જે રોજિંદા જીવનના દરેક પાસામાં કુદરતના સત્વને સમાવે છે, અને કોમ્યુનિટીને પીસ એન્ડ હૅપીનેસ આપે છે.
GPP ONEના નેચર વિલાઝ માત્ર નિવાસસ્થાનોથી આગળ વધીને House of Life બની રહે છે. બોલ્ડ લુક અને ‘લેગો’ ફોર્મેશન માં ડિઝાઇન કરાયેલી, આ વિલાઝ કુદરતી લેન્ડસ્કેપ સાથે સરળતાથી ભળી જતા આધુનિક કાર્યક્ષમતા પ્રદાન કરે છે. જેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
• આઉટડોર અને ઈન્ડોર સ્પેસને એક કરતી વિશાળ લો એમિશન ગ્લાસ વોલ્સ
• નેચરલ કૂલિંગ ડેક, બાલ્કની અને છત, જે ઊર્જા વપરાશ ઘટાડે છે
• સુવિધાઓમાં દરેક રીતે કસ્ટમાઈઝેશન આપતો પ્લગ-એન્ડ-પ્લે કોન્સેપ્ટ
રેસિડેન્ટ્સ સ્વિમિંગ પુલ, કબાના, ટનલ હાઉસ, કેમ્પફાયર સિટ-આઉટ્સ, અને પોલી-નેટ હાઉસ જેવા વિકલ્પો સાથે તેમના વિલાઝને યૂનિક વે ઓફ લાઇફ એન્ડ ચોઈસ પ્રમાણે પર્સનલાઇઝડ બનાવી શકે છે
જેના મૂળમાં સસ્ટેનેબિલિટી છે!
સસ્ટેનેબિલિટી પ્રત્યેની પ્રોજેક્ટની સમર્પણતા જ GPP Oneને અલગ પાડે છે. આ પ્રોજેક્ટમાં કમ્યુનિટી માત્ર પ્રકૃતિ સાથે કો-એક્સિસ્ટન્સ માટે જ નહીં પરંતુ કુદરત સાથેની સક્રિયતાને વધારવા માટે રચાયેલ છે. જેના મુખ્ય પહેલમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
•બાયોડાઈવર્સિટી: 3000+ નેટિવ ટ્રીઝ & મિલિયન પ્લાન્ટ્સથી થ્રાઇવિંગ માઇક્રો ક્લાઇમેટ બનાવ્યું છે જેમા 200+ પ્લાન્ટ સ્પીશીઝ, 91+ બર્ડ સ્પીશીઝ, 38+ બીઝ અને બટરફ્લાઈઝ સ્પીશીઝ ઉછરી રહ્યા છે.
•કેમિકલ-ફ્રી ફૂડ: આ પ્રોજેક્ટ રસાયણ-મુક્ત ખાદ્ય પદાર્થો ઉત્પન્ન કરવા માટે પોલી-નેટ હાઉસની સુવિધા પ્રદાન કરે છે, જે રહેવાસીઓ માટે સ્વસ્થ અને ઓર્ગેનિક ખોરાક સુનિશ્ચિત કરે છે.
•વોટર સ્ટોરેજ: GPP ONE એડવાન્સ્ડ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા દર ચોમાસે લાખો લીટર પાણી બચાવે છે, જે સ્વનિર્ભર સસ્ટેનેબલ પાણી પુરવઠો સુનિશ્ચિત કરે છે.
•સોલર એનર્જી: 100% સોલર એનર્જી સંચાલિત, ઘરો અને કમ્યુનિટી સ્થળો 9:1નો નોંધપાત્ર ગ્રીન-ટુ-ગ્રે રેશિયો હાંસલ કરે છે, જે સસ્ટેનેબલ વિકાસમાં માપદંડ સ્થાપિત કરે છે.
•નેટ ઝીરો એનર્જી (NZE) કોમ્યુનિટી: વેર દેર ઇઝ એ વિલ, દેર ઇઝ એ વે. આ પોપ્યુલર કહેવતનું ઉદાહરણ સ્થાપિત કરતા, GPP One એ મધર નેચરને કઈંક પરત આપવાની ભાવના તરીકે તેના કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઘટાડવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. બાહ્ય ઉર્જાસ્ત્રોતો પર આ પ્રોજેક્ટનો આધાર લગભગ નગણ્ય છે.
નેચર બેલેન્સ માટે રચાયેલી કોમ્યુનિટી
GPP ONE માત્ર ઘરો જ નહીં પરંતુ સંપૂર્ણ જીવનશૈલી પ્રદાન કરે છે. કમ્યુનિટી લિવિંગ અને પ્રકૃતિને સંતુલિત કરવા માટે વિચારપૂર્વક રચાયેલ છે, જે નીચેની બાબતોની સુવિધાઓ આપે છે:
•અર્થશિપ ક્લબહાઉસ: આ સેલ્ફ-સસ્ટેનેબલ માળખું આ પ્રોજેક્ટનું હૃદય છે, જેમાં સ્માર્ટ ટેકનોલોજી અને ગ્રેવિટી વોટર ટૅંક, સ્વીમીંગ પુલ, ઇનડોર રમતગમત રૂમ, લાઉંજ અને અને કેફે છે.
•અરણ્યાની ટી લાઉન્જ અને લાઈબ્રેરી: લીલાછમ બગીચાઓથી ઘેરાયેલી એક શાંત જગ્યા, એક ચાનો કપ અને પુસ્તક સાથે શાંત ક્ષણનો આનંદ માણવા માટે યોગ્ય જગ્યા.
•મનોરંજન સ્થળો: વોકવેય્ઝ અને પ્લાઝા નાના-મોટા ગેટ ટુગેધર ને પ્રોત્સાહન આપે છે, જ્યારે લેક સાઇડ દૃશ્યો અને બટરફ્લાય ગાર્ડન આનંદ અને ચિંતન માટેની સુવિધાઓ પૂરી પાડે છે.
•ફિટનેસ સુવિધાઓ: મલ્ટી-સ્પોર્ટ્સ કોર્ટ અને આઉટડોર જિમ રહેવાસીઓની આરોગ્ય અને તંદુરસ્તીની જરૂરિયાતોને પૂરી કરે છે.
•કમ્યુનિટી કિચન: આ એક એવી જગ્યા છે, જ્યાં ભોજન સસ્ટેનેબિલિટી સાથે સુમેળ સાધે છે. અનપ્લગ્ડ કેફે 2.0, આરોગ્ય, સરળતા અને હેલ્થિ ફૂડ એન્જોય કરવા માટે બેસ્ટ જગ્યા છે. ઉપલબ્ધ ઓર્ગેનિક ઉપજના આધારે દરરોજ દરેક વાનગીમાં કુદરતની સમૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે અનપ્લગ્ડ કેફે 2.0.
GPP ONEની માળખાકીય સુવિધાઓનું દરેક તત્વ સસ્ટેનેબિલિટી અને મોડર્ન લક્ઝરીને ધ્યાનમાં રાખીને રચાયેલ છે. રસ્તાઓ સરળ અવરજવર માટે રચાયેલા છે જે સ્પેશિયલી એબલ્ડ લોકો માટે સુવિધાજનક બની રહેશે. સાથે સાથે પ્રોજેક્ટ તેના રેસિડેન્ટ્સને ફ્રી વોટર, ફ્રી ઇલેક્ટ્રિસિટી સુવિધાઓ પૂરી પાડે છે. આ વિચારપૂર્વક મુદ્દાઓ માત્ર રોજિંદા જીવનને વધારે સુમેળભર્યું બનાવે છે, સાથે સાથે ભવિષ્યના વિકાસ માટે એક યોગ્ય નમૂના તરીકે પણ કામ કરે છે.
GPP ONE માત્ર રહેવાની જગ્યા ન બની રહેતાં, એક સસ્ટેનેબલ ભવિષ્યમાં રોકાણની અમૂલ્ય તક છે. આ પ્રોજેક્ટ એવા સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓ માટે એક નિવાસ સ્થાન છે કે જે ઇકો-કૉન્શિયસ લિવિંગને મૂલ્યવાન ગણે છે અને નેટ-ઝીરો ઉત્સર્જન હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ એક એવી જગ્યા છે જ્યાં રહેવાસીઓ માત્ર જીવનનો આનંદ માણી શકે છે અને સાથે સાથે વધુ સારી દુનિયાના ભવિષ્ય માટે યોગદાન પણ આપી શકે છે.
પ્રોજેક્ટના દૂરંદેશી અભિગમ, ઝીણવટભરી રચના અને પર્યાવરણીય સુમેળ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે, GPP ONEએ ખરેખર સુખ-સગવડની સ્થાવર મિલકતમાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. તે સસ્ટેનેબલ વિકાસ માટે એક પ્રેરણા, આધુનિક જીવન માટે એક ઉત્તમ નમૂનો અને વિચારપૂર્વક આયોજનની શક્તિના એક પ્રમાણ તરીકે પ્રેરણા દાયક ઉદાહરણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp