26th January selfie contest

GPSCની તમામ પ્રિલિમનરી પરીક્ષાઓ મોકૂફ

PC: edu.au

ગુજરાત સરકારે આજે જાહેરાત કરી છે કે, ગુજરાતમાં 14 જાન્યુઆરીથી જ 10% અનામત લાગુ થઇ જશે. આ આર્થિક અનામતનો લાભ આગામી તમામ પરીક્ષામાં મળશે. જેમાં GPSCની પરીક્ષાનો પણ સમાવેશ થાય છે. GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, 20 જાન્યુઆરી અને ત્યાર બાદ લેવાનારી તમામ પ્રિલિમનરી પરીક્ષાઓને મોકૂફ રાખવામાં આવશે. નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. GPSCની પ્રિલિમનરી પરીક્ષા અંગેની વધુ માહિતી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આવતીકાલથી ગુજરાતમાં આર્થિક અનામત લાગુ...

રૂપાણી સરકારે મોટો નિર્ણય કરતા મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2019થી રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં બિન અનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગોને 10% અનામતનો લાભ આપવાની જાહેરાત કરી દીધી છે. રૂપાણી સરકારની આ જાહેરાત બાદ રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓની જાહેરાત થઇ હોય પરંતુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેને આ લાભ મળવા પાત્ર થશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ આ 10% અનામતનો લાભ અપાશે.

અહિંયા એ નિર્દેશ કરવો જરૂરી છે કે 14-1-2019 પહેલા જે-જે ભરતી પ્રક્રિયામાં લેખિત-મૌખિક પરીક્ષા તેમજ કમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ પ્રિલિમિનરી પરીક્ષા થઇ ગઈ છે, તેને આ અનામતનો લાભ મળશે નહીં. ભરતી માટેની કોઈ જ પ્રકિયા શરૂ ન થઇ હોય અને માત્ર જાહેરાત જ આપવામાં આવી હોય તેવા કિસ્સામાં નવી જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવાની રહેશે.

આ 10% અનામત SC, ST અને OBC ને મળવાપાત્ર 49% ઉપરાંતની રહેશે. મુખ્યમંત્રીએ કેન્દ્રની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે બિનઅનામત વર્ગોને 10% અનામત આપવાના કરેલા ઐતિહાસિક અને અભૂતપૂર્વ ક્રાંતિકારી નિર્ણયને સૌ પ્રથમ પ્રતિસાદ આપતા આ મહત્ત્વપૂર્ણ નિર્ણય ગણ્યો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp