રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી

PC: Khabarchhe.com

રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ, દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણીની સાથે ભારતીય સંસ્કૃતિના રંગોમાં રંગાયું હતું. વિદ્યાર્થીઓએ આ દિવસને ભક્તિ અને ઉત્સાહથી ઉજવ્યો હતો. શાળામાં સ્થાપિત ગણપતિજીની પૂજા-અર્ચના સવાર-સાંજ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ગણપતિજીની કથાઓ અને મૂલ્યો વિશે તેમજ ગણેશજીના અંગો અને તેમના વિવિધ નામોની રોજ માહિતી આપવામાં આવી હતી. 56 ભોગનું આયોજન કરીને વિદ્યાર્થીઓએ ભગવાનની વિવિધ પ્રિય વસ્તુઓ અર્પણ કરી હતી, જેમાં મોદક, પૂરી અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓનો ઠાર ગણેશજીને અર્પણ કર્યો હતો.

સાતમા દિવસે, સત્યનારાયણની કથા સાથે ભવ્ય વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશજીની માટીની પ્રતિમાને શાળામાં જ બનાવેલ કુંડમા વિસર્જીત કરવામાં આવી હતી અને પર્યાવરણની જાળવણી સાથે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી પણ થઈ શકે તેમ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. ગરબાના તાલે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હર્ષોલ્લાસથી ગણપતિજીને વિદાય આપી હતી. આ પ્રસંગે શાળાના પ્રમુખ અને તમામ ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને ગણપતિજીના સંદેશને સમજવાની તક મેળવી હતી. શાળાના આ પ્રયાસને સફળ બનાવવામાં સહકાર આપનાર તમામનો આભાર આચાર્યએ વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp