26th January selfie contest

ગુજરાત ATSએ દિલ્હીથી 24 કરોડની કિંમતનો 5 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો

PC: jaihindnewspaper.com

ગુજરાત ATSએ દિલ્હીથી 5 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં ગુજરાત ATSને જાણવા મળ્યું હતું કે, 24 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો દિલ્હીમાં છે. જેના આધારે ગુજરાત ATSએ કાર્યવાહી કરીને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

એક રીપોર્ટ અનુસાર ગુજરાતના પોરબંદરના દરિયામાં એક બોટમાં કરોડોના ડ્રગ્સની સ્પ્લાય કરવામાં આવી રહી હોવાની માહિતીના આધારે ગુજરાત ATS, કોસ્ટ ગાર્ડ અને મરીન ટ્રાન્સપોર્ટ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ ઓપરેશનમાં 500 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું સાથે જ 9 ઈરાનીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ નિયામત ખાન અને અબ્દુલ સલામ કન્નીને નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

ATS દ્વારા નિયામત ખાનની પૂછપરછ કરાતા તેણે ખુલાસો કર્યો હતો કે, તેના દ્વાર ભૂતકાળમાં કચ્છના સમુદ્ર કાંઠે ડ્રગ્સનું એક કંસાઈમેન્ટ ઉતારવામાં આવ્યું હતું અને આ ડ્રગ્સના જથ્થામાંથી 10 કિલો ડ્રગ્સનો જથ્થો અબ્દુલ સલામ કન્નીને આપ્યો હતો અને આ ડ્રગ્સના જથ્થામાંથી 5 કિલો ડ્રગ્સનો જથ્થો દિલ્હીમાં આવેલા અબ્દુલ સલામ કન્નીના ઘરમાં રાખવામાં આવ્યો છે.

આ માહિતી મળતાની સાથે ATSની ટીમ દિલ્હી જવા રવાના થઈ હતી અને દિલ્હીમાં અબ્દુલ સલામ કન્નીના ઘરે રેડ કરતા ATSની ટીમને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. હાલ ATSએ 24 કરોડના ડ્રગ્સના મુદ્દામાલને કબજે કરીને અન્ય 5 કિલો ડ્રગ્સનો જથ્થો ક્યાં પહોંચાડવાનો છે તે મામલે તપાસ શરૂ કરી છે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp