વિધાનસભાના ઝઘડા પર BJPના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આપ્યું નિવેદન

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભામાં આજે થયેલા હોબાળા પછી કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ વચ્ચે રસાકસીનો માહોલ સર્જાયો છે. બંને પક્ષ એકબીજાને દોષી ઠેરવી રહ્યા છે. સમગ્ર રાજ્યની જનતા ઉમેદવનારોને આકાંક્ષા અને અપેક્ષાઓ લઈને મોકલતી હોય છે. આજ રોજ બજેટ જેવા સેશનમાં જે ઘટના બની તે ખરેખર વિધાનસભા ગૃહ માટે એક શરમજનક ઘટના કહી શકાય. આ ઘટના વિશે જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે 'આજે વિધાનસભામાં અકારણ જે કંઈ પણ ઘટના બની છે તેના માટે કોગ્રેસ જવાબદાર છે. CCTVના સમગ્ર ફૂટેજ પરથી કહી શકાય કે પોતાનો વિષય ન હોય તે છતા પણ બીજાની જગ્યા પર જઈ બોલવું અને અધ્યક્ષનો ઓર્ડર ન માનવો તે કોગ્રેસના સંસ્કાર નથી.

તેમણે કોગ્રેસના અન્ય ધારાસભ્યોને સંબોધતા જણાવ્યું હતું કે એવું શું કારણ હતું કે તેમને આટલા આક્રોશમાં પોતાની જગ્યા છોડીને આવું વર્તન કરવું પડ્યું. અમારા ધારાસભ્યો હર્ષ સંઘવી સહિત અન્યોને પણ ધમકીઓ આપવામાં આવી છે. વિપક્ષના નેતાઓના આંતરીક ઝઘડાઓને કારણે આજે કોગ્રેંસના ઈતિહાસમાં ક્યારેય ન બની હોય એવી ઘટના બની છે. આ કોગ્રેસના સંસ્કારો નથી અને આવા કૃત્ય પછી તેમની પાસે સારા સંસ્કારોની અપેક્ષા પણ ન રાખી શકાય'.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp