ગુજરાતના આ શહેરના કોંગ્રેસના 7 કોર્પોરેટરોનું સભ્ય પદ રદ્દ

PC: wikimedia.org

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરવાના સંકેતો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પહેલાથી જ આપી દીધા હતા. ત્યારે હવે કોંગ્રેસના બળવાખોર અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કાર્યકર્તાઓ અને નેતાઓ સામે કાર્યવાહી કરવાની શરૂઆત વડોદરાથી થઈ છે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા વડોદરાના કોંગ્રેસના આગેવાન સિદ્ધાર્થ પટેલના ગઢમાં ગાબડું પડ્યું હતું અને તેની અસર મતદાનમાં પણ જોવા મળી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં કોંગ્રેસના નગરપાલિકાના પ્રમુખ સહિત કોંગ્રેસના સાત જેટલા કોર્પોરેટરો અને અન્ય ત્રણ પાર્ટીના નેતાઓએ પક્ષ પલટો કરીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. ત્યારે હવે કોંગ્રસે પક્ષ પલટો કરનાર અને પાર્ટીને કોઈક ને કોઈક રીતે નુકસાન પહોંચાડી રહેલા કાર્યકર્તાઓ અને નેતાઓ સામે પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા પક્ષ પલટો કરનારા ડભોઇ નગર પાલિકાના પ્રમુખ સહિતના સાત સભ્યો સામે કાર્યવાહી કરીને તેમનું સભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં પક્ષ પલટો કરનાર તમામ કોર્પોરેટરના પદ પણ પ્રદેશ કોંગ્રેસ દ્વારા રદ્દ કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સાથ છોડીને જનારા તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ સામે કાર્યવાહીની શરૂઆત કોંગ્રેસે અલ્પેશ ઠાકોરથી કરી હતી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા મામલે અલ્પેશ ઠાકોરનું કોંગ્રેસમાંથી સભ્ય પદ તો રદ્દ કરવામાં આવ્યું છે, આ સાથે જ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ પણ રદ્દ કરવા માટે વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp