સુરતી યુવાનના લગ્નની કંકોતરીમાં રાફેલના તથ્યનો ઉલ્લેખ, તમે પણ જોઈને ચોંકશો

PC: dbpost.com

જેમ-જેમ ચૂંટણી નજીક આવે છે, તેમ-તેમ તેની અસર દરેક જગ્યાઓ વર્તાઈ રહી છે, સોશિયલ મીડિયાથી માંડીને પાનના ગલ્લે, ચાની કિટલીએ તમામ જગ્યાઓ પર રાજકારણની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે આ વખતે ચૂંટણીની અસર લગ્ન પર પણ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી લોકો પોતાના લગ્નની કંકોતરીને પોતાની મનપસંદ પાર્ટીના રંગે સજાવતા જોવા મળી રહ્યા છે.

આવા સમયે અનેક લોકો પોતાના લગ્નની કંકોતરીમાં પોતાની મનપસંદ પાર્ટીને ભંડોળ આપવાની અપીલ કરતા જોવા મળે છે, ત્યારે આવું જ એક ઉદાહરણ ગુજરાતના સુરત શહેરમાંથી સામે આવ્યું છે. સુરતમાં રહેતા એક યુવક-યુવતીએ પોતાના લગ્નની કંકોતરી પર ના માત્ર પોતાની પસંદગીની પાર્ટીને મત આપવા જણાવ્યું, પરંતુ કાર્ડની પાછળ કંઈક એવું લખાણ છપાવ્યું કે લોકોને અચરજ થઈ રહ્યું છે.

હકીકતમાં સુરતમાં રહેતા યુવરાજના લગ્ન સાક્ષી નામની યુવતી સાથે આગામી 22 જાન્યુઆરીના યોજાવા જઈ રહ્યા છે. તેમના લગ્નની કંકોતરીમાં યુવરાજ અને સાક્ષીના લગ્નસ્થળ સિવાય તેઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. કંકોતરીમાં લખવામાં આવ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપીને વિજયી બનાવો. આ સાથે જ ‘નમો એપ્પ’ના માધ્યમથી લોકોને ભાજપને ભંડોળ પૂરુ પાડવા અપીલ કરવામાં આવી છે. યુવરાજે પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા ટ્વીટ કરતા સોશિયલ મીડિયામાં આ કંકોતરીની ભારે ચર્ચા થઈ રહી છે.

મતો આપવા માટે અપીલ કરવા સિવાય આ કાર્ડના પાછળના ભાગે રાફેલ સૌદા સાથે સંકળાયેલી તમામ વિગત દર્શાવવામાં આવી છે. આ કાર્ડમાં બે રાફેલ ફાઈટર જેટના ફોટા પણ લગાવવામાં આવ્યા છે. કાર્ડના એક ભાગમાં નિર્મલા સીતારમણ દ્વારા સંસદ ભવનમાં રાહુલ ગાંધીને આપવામાં આવેલો જવાબ પણ જણાવવામાં આવ્યો છે. કંકોતરીમાં રાફેલ સાથે સંકળાયેલા આંકડા પણ દર્શાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ અનોખી કંકોતરી ખૂબ જ વાયરલ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, હમણા થોડા સમય પહેલા અન્ય એક સુરતી દંપતીએ પોતાના લગ્નની કંકોતરી વ્હોટ્સએપ થીમ પર બનાવી સારી એવી ચર્ચા જગાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp