ગુજરાત સરકારે વીજળી બિલના દરમાં કર્યો ઘટાડો પણ...

PC: twitter.com

વર્ષ 2024ને પુરુ થવામાં હવે માત્ર એક સપ્તાહની વાર છે, પરંતુ ગુજરાત સરકારે લોકોને નવા વર્ષની મોટી ભેટ આપી દીધી છે. ખરેખર, ગુજરાત સરકારે જે જાહેરાત કરી છે તેનાથી અનેક પરિવારોને મોટી રાહત થશે. ઉર્જા મંત્રી કનુ દેસાઇએ જાહેરાત કરી છે કે વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ એટલે કે બળતણ ચાર્જમાં ઘટાડો કરવામાં આવશે, જેને કારણે લોકોને વીજ બિલમાં ખાસ્સી એવી રાહત મળશે.

ગુજરાતના ઉર્જા મંત્રી કનુ દેસાઇએ લોકોને નવા વર્ષની ભેટની જાહેરાત કરતા કહ્યુ હતું કે,અત્યાર સુધી વીજળીના યુનિટ દીઠ 2.85 રૂપિયા ફ્યુઅલ ચાર્જ વસુલવામાં આવતો હતો, હવે એમાં 40 પૈસાનો ઘટાડો કરીને 2.45 રૂપિયા કરી દેવાયો છે.ગુજરાત સરકારના આ નિર્ણયને કારણે ગુજરાતના લોકોને 1120 કરોડ રૂપિયાનો ફાયદો થશે.

મંત્રી કનુ દેસાઇએ જાહેરાત કરતા કહ્યુ હતુ કે.ફ્યુઅલ ચાર્જમાં 40 પૈસાનો ઘટાડો એટલા માટે કરવામાં આવ્યો, કારણકે, રશિયા-યુક્રેન વખતે કોલસો મોંઘો થયો હતો, કોલસો મોંઘો થવાને કારણે ફ્યુઅલ ચાર્જ વધારીને 2.85 રૂપિયા કરવાની ફરજ પડી હતી. પરંતુ હવે જ્યારે કોલસાના ભાવ ઘટ્યા છે તો ફ્યુઅલ ચાર્જ ઘટાડીને 2.45 રૂપિયા કરવાનો સરકારે નિર્ણય લીધો છે.

દેસાઇએ કહ્યું કે,  ચાલુ વર્ષના ઓકટોબરથી ડિસેમ્બર મહિનાના ત્રિમાસિક સમયગાળામાં 2.85 રૂપિયાના દરે જ ફ્યુઅલ ચાર્જ વસુલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર હસ્તકની વીજળી વિતરણ કંપનીઓએ ચાલુ વર્ષ દરમિયાન ફ્યુલ સરચાર્જ જાળવી રાખ્યો છે. મંત્રીએ કહ્યું કે, ગ્રાહકોના વિશાળ હીતને ધ્યાનમાં રાખીને 1 ઓકટોબર 2024થી 31 ડિસેમ્બર 2024ના આ 3 મહિનાના સમયગાળામાં જે વીજ વપરાશ થયો હશે તેમાં  ગ્રાહકોને પ્રતિ યુનિટે 40 પૈસાનો લાભ મળશે. એમ કહી શકાય કે એક પરિવારને દર મહિને 50થી 60 રૂપિયાનો ફાયદો થશે.

ઉર્જા મંત્રી કનુ દેસાએ કહ્યું કે, MSME ઉદ્યોગો માટે સરકારે કેટલાંક નિયમોમાં ફેરફાર કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp