26th January selfie contest
BazarBit

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2 દિવસીય ગુજરાત મુલાકાતે

PC: khabarchhe.com

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અમદાવાદ વિમાની મથક ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પુષ્પગુચ્છથી ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, કલેકટર ડૉ. વિક્રાંત પાંડે, પોલીસ કમિશનર એ.કે. સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પુષ્પગુચ્છથી રાષ્ટ્રપતિને આવકાર્યા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp