ગુજરાતમાં આ જિલ્લામાં થશે રાજ્યકક્ષાની ઉજવણી

PC: twitter.com

મુખ્યમંત્રી વિજય રૂપાણી 73માં સ્વાતંત્રય પર્વ 15-ઓગસ્ટ-2019ના સવારે 9 કલાકે છોટાઉદેપૂરમાં રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં ધ્વજવંદન કરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરાવવાના છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભરૂચના ઝઘડીયામાં ધ્વજવંદન કરાવશે.

સ્વતંત્રતાના આ 73માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંતર્ગત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ વિવિધ જિલ્લામાં ધ્વજવંદન કરાવશે. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ જે જિલ્લાઓમાં ધ્વજવંદન કરાવવાના છે તેની વિગતો આ મુજબ છે:

ક્રમમંત્રીઓ સ્થળ

  1. આર. સી. ફળદુ તલોદ જિ:- સાબરકાંઠા
  2. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાવનગર ગ્રામ્ય જિ:- ભાવનગર
  3. કૌશિક પટેલ કલોલ જિ:- ગાંધીનગર
  4. સૌરભ પટેલ વડીયા જિ:- અમરેલી
  5. ગણપત વસાવા વિજાપુર જિ:- મહેસાણા
  6. જયેશકુમાર રાદડિયા જોડીયા જિ:- જામનગર
  7. દિલીપકુમાર ઠાકોર કુકરમુંડા જિ:- તાપી
  8. ઇશ્વર પરમાર સાવલી જિ:- વડોદરા
  9. કુંવરજી બાવળીયા સોજીત્રા જિ:- આણંદ
  10. જવાહર ચાવડા ચુડા જિ:- સુરેન્દ્રનગર

રાજ્યકક્ષાના મંત્રીઓ

  1. પ્રદિપસિંહ જાડેજા લીમખેડા જિ:- દાહોદ
  2. બચુ ખાબડશેહરા જિ:- પંચમહાલ
  3. જયદ્રથસિંહજી પરમાર સરસ્વતી જિ:- પાટણ
  4. ઇશ્વરસિંહ પટેલ ધોલકા જિ:- અમદાવાદ
  5. વાસણ આહિર નડીયાદ જિ:- ખેડા
  6. વિભાવરીબેન દવેદાંતા જિ:- બનાસકાંઠા
  7. રમણલાલ પાટકર જસદણ જિ:- રાજકોટ
  8. કિશોર કાનાણી ધરમપુર જિ:- વલસાડ
  9. યોગેશ પટેલ માંડવી જિ:- સુરત
  10. ધર્મેન્દ્રસિંહ જાડેજા અબડાસા જિ:- કચ્છ

73માં સ્વતંત્રતા પર્વે રાજ્યના 10 જિલ્લાઓમાં જિલ્લા કલેકટરઓના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમો યોજાવાના છે. તદ્દઅનુસાર, નવસારીના જલાલપોરમાં, ડાંગના સુબીરમાં, મોરબીના હળવદ, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, મહિસાગરના બાલાસિનોર, અરવલ્લીના મોડાસા, બોટાદના ગઢડા તેમજ ગીર સોમનાથના વેરાવળ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં તથા પોરબંદર જિલ્લાના મુખ્યમથક પોરબંદરમાં સંબંધિત જિલ્લાના કલેકટરઓ ધ્વજવંદન કરાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp