લોકડાઉનના સમયમાં આણંદના ખેડૂતે જૂની બાઇકમાંથી મિનિ ટ્રેક્ટર બનાવ્યું, જુઓ વીડિયો

PC: khaabarchhe.com

માણસ પોતાને પ્રાપ્ત થયેલા સમયનો ઉપયોગ કેવી રીતે કરે છે, તે તેની માનસિકતાનો પરિચય આપી જાય છે. કેટલાક લોકો અનાવશ્યક ચિંતા અને ચિંતનો કરીને કોઈ સદ્પ્રવૃત્તિ વિના સમય કાઢે છે તો કેટલાક વિરલાઓ તેમને પ્રાપ્ત સમયનો સર્જનાત્મક ઢબે ઉપયોગ કરીને લોકોપયોગી કાર્યો પણ કરે છે.

જો વાત કરીએ, આણંદના પ્રગતિશીલ અને સર્જનાત્મક ખેડૂત હિરેનભાઈની, તો તેમણે લોકડાઉનના આ સમયને પોતાની આગવી સૂઝબૂઝથી એવું ટ્રેક્ટર બનાવ્યું છે, જેનો ઉપયોગ સમગ્રતયા ખેડૂત સમાજ કરી શકે છે. આણંદના મોગરી ગામના યુવાન હિરેન પટેલે જૂની મોટર સાઈકલ માંથી મીની ટ્રેક્ટર બનાવી દીધું અને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

લોકડાઉનમાં પોતાની મોબાઈલની દુકાન બંધ રહેતા મોગરી (આણંદ)ના હિરેન પટેલે જૂની મોટર સાયકલના એન્જિન ને જોડી ટ્રેક્ટર બનાવ્યું જે ખેતી અને બીજા બધાજ કામમાં ઉપયોગ આવે છે. અનેક લોકો ટ્રેક્ટરને જોવા આવી રહ્યા છે. આ અગાઉ, હિરેન પટેલે પવન ચક્કી પણ જાતે બનાવી હતી. વિદેશ રહી આવેલા મોગરી ગામના આ યુવાને લોકડાઉનના સમયનો ઉપયોગ ટ્રેક્ટર બનાવવા માં ઉપયોગ કર્યો. ટ્રેક્ટર પેટ્રોલથી ચાલે છે, સ્પીડ પણ સારી છે પાણી ના છંટકાવ, ટ્રોલી મારફત ઘાસ વહન કરવું, ખેડાણ કરવું,મોટા ટ્રેક્ટર દ્વારા થતા બધાજ કામ તેની મર્યાદામાં કરે છે.

ટ્રેક્ટર બની જતા હિરેનની માતા સૌથી વધુ ખુશ છે ગામ લોકો પણ ટ્રેક્ટરને જોઈ ગયા અને ખુશી અનુભવી હતી. હિરેન પટેલ કહે છે કે લોકડાઉન શરૂ થતાં મારી મોબાઈલની દુકાન બંધ રહેતા મારી પાસે કોઈ કામ ન હતું. મારી પાસે એક જૂનું મોટર સાઈકલ પડ્યું હતું,તેમાંથી મીની ટ્રેક્ટર બનાવવાનો વિચાર આવ્યો, પ્રયાસ કર્યો અને બની પણ ગયું. આ ટ્રેક્ટરથી ઘરના ,ખેતરના તમામ નાના મોટા કામો પાર પડે છે હવે આ ટ્રેક્ટરને રીમોટથી ચલાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp