26th January selfie contest

7મી ઓગસ્ટે CM વિજય રૂપાણીના હસ્તે એમના નિવાસસ્થાને યોગનો કાર્યક્રમ યોજાશે

PC: Khabarchhe.com

ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃતિઓને વેગ આપી સમગ્ર રાજ્યમાં જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય એ માટે યોગ અંગેની તાલીમ યોગ ટ્રેનરોને અને યોગ કોચને આપવામાં આવે છે. જે અંતર્ગત સફળતાપુર્વક યોગ ટ્રેનિંગ પુર્ણ કરનાર યોગ કોચ અને યોગ ટ્રેનરને તા.07મી ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદહસ્તે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે એમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવાયુ છે.

મુખ્યમંત્રીના વરદહસ્તે યોજાનાર આ કાર્યક્રમ મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના સહકાર, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં અગ્ર સચિવ સી.વી.સોમ(આઇ.એ.એસ.), રમતગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ અને ખાસ ફરજ પરના અધિકારી મિતેશ પંડ્યા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અન્ય અધિકારીગણ પણ હાજર રહેશે.

ભારતીય સંસ્કૃતિની દેન યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સતત કાર્યશીલ રહે છે. જે થકી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં કુલ 126 યોગ કોચને તાલીમ આપવામાં આવેલ છે અને તાલીમ પામેલ યોગ કોચ દ્રારા સમગ્ર રાજ્યમાં 5000 થી વધુ યોગ ટ્રેનરોને તૈયાર કરવામાં આવેલ છે. આ તૈયાર થયેલ યોગ ટ્રેનરો મારફતે અન્ય લોકો સુધી યોગની પ્રવૃત્તિઓ થાય અને લોકો યોગ કરતા થાય તે માટે યોગ કલાસ શરૂ કરી સતત પ્રયત્નો થઇ રહયા છે.

આ કાર્યક્રમનું મુખ્યમંત્રીના ઓફિશિયલ ફેસબુક પેઇજ ઉપરથી સવારે 11:30 કલાકે લાઇવ કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સ મારફતે દરેક જિલ્લા કલેકટર કચેરી કોન્ફરન્સ રૂમ ખાતે યોજાશે. સમગ્ર ભારત દેશમાં ગુજરાત જ એક એવુ રાજ્ય છે કે જે યોગ જાગૃતતા અંગેનું અભિયાન ચલાવી રહ્યુ છે. ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકોનો ભવ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે. હવે મેડીકલ સાયન્સએ પણ સ્વીકારી લીધુ છે કે યોગ એ માત્ર શારીરીક વ્યાયામ નહી સંપુર્ણ ચિકિત્સા વિજ્ઞાન છે. હવે દરેક રોગોનું સમાધાન યોગથી શક્ય બન્યું છે, જેનાથી બીમાર વ્યક્તિને સારૂ સ્વાસ્થ્ય મળે છે અને સ્વસ્થ વ્યક્તિને સફળતા મળે છે. યોગ કરી ઇમ્યુનીટી વધારી કોરોનાને હરાવીએ. કોરાનાને હરાવવા માટે ઇમ્યુનીટી વધારવા માટે સારો ઉપાય એક માત્ર યોગ છે જે ભારતીય સંસ્કૃતિની દેન છે. જીવનમા સારૂ સ્વાસ્થ્ય, સફળતા અને સંપુર્ણ સુખોને પ્રાપ્ત કરવા માટેનું માધ્યમ યોગ છે. તો આવો આપણે સૌ યોગ સાથે જોડાઇયે અને યોગ કરી તંદુરસ્ત ભારતનું નિર્માણ કરીએ.

ભારતીય સંસ્કૃતિની દેન યોગને આખા વિશ્વમાં પહોચાડવા માટે 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઘોષીત કરાવવામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજના પ્રયત્નોથી સંયુક્ત રાષ્ટ્ર દ્રારા 2015થી 21મી જૂને વિશ્વ યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. જે સંકલ્પને પરીપુર્ણ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા માન.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ 21 જૂન 2019ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે એમ વધુમાં જણાવાયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp