ડેન્ગ્યૂથી બચવા આ વાતનું રાખો ધ્યાન

PC: blogs.cdc.gov

તાજેતરમાં સુરત જિલ્લાના મલ્ટી પર્પઝ સુપરવાઈઝરોની યોજાયેલી મીટીંગમાં ડેન્ગ્યુ રોગ અટકાયત અંગે ઈ.ચા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. લાખાણી તેમજ જિલ્લા મેલેરીયા અધિકારી ચેતના દેસાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે મુજબ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા શહેર અને જિલ્લાના નાગરિકોને ડેન્ગ્યૂ રોગને ફેલાતો અટકાવવા માટે જાગૃત્તિ કેળવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

  • ડેન્ગ્યુના મચ્છર એડીસ દિવસે જ કરડતા હોય, ફુલ બાંયના કપડાં પહેરવા.
  • ડેન્ગ્યુની પેરાસીટામોલ સિવાય કોઈ સારવાર નથી, જેથી મચ્છર ઉત્પત્તિ અટકાવવુ, એ જ મહત્વનું છે.

મચ્છર ઉત્પત્તિ અટકાવવા આટલુ કરો.

  • ફ્રીઝ પાછળની ટ્રે, કુંડા તેમજ માટલા નીચેની ટ્રે રોજેરોજ ઘસીને સાફ કરો.
  • મની પ્લાન્ટ, એર કુલર, પ્રાણી પક્ષીઓને પાણી પીવા માટેના કુંડા રોજેરોજ સાફ કરી નવુ પાણી ભરો.
  • નકામા ટાયરોનો યોગ્ય નિકાલ કરો.
  • ઓવર હેડ ટાંકી, અન્ડરગ્રાઉન્ડ ટાંકી, કુંડી, કેરબા, ડ્રમને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખો.
  • ઢાબા, વરંડા તેમજ છાપરા પરનો નકામા ભંગારમાં વરસાદનું પાણી ભરાઈ ન રહે, તેની ખાસ કાળજી રાખવી.
  • કોઈ પણ તાવ હોય, તો નજીકના પ્રા.આરોગ્ય કેન્દ્ર કે 104 હેલ્પલાઇન પર ફોન કરવો.
  • ડેન્ગ્યુ માટે ખાત્રી કરવા એલાઈઝા ટેસ્ટ કરવાનો જ આગ્રહ રાખો.

ઉપરોક્ત મચ્છર ઉત્પત્તિ અટકાવવામાં લોકોનો સાથસહકાર ખૂબ જ જરૂરી છે. બેદરકારી રાખવાના કારણે ઘરમાં મચ્છર ઉત્પત્તિ જણાશે, તો આઈ.પી.સી. એક્ટ 188 (45071860)મુજબ શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે છે. જેની નોંધ લેશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp