ગુજરાત હાઇકોર્ટે પોલીસ અને AMC અધિકારીઓનો ફરી ઉધડો લીધો

અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તા, ટ્રાફીક અને લારી-ગલ્લાના દબાણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પટ પિટીશન દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણી વખતે હાઇકોર્ટે પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારીઓનો બરાબરનો ઉધડો લીધો હતો.
હાઇકોર્ટે સ્થાનિક પોલીસ, ટ્રાફીક પોલીસ અને સત્તાધીશોને ફટકાર લગાવતા કહ્યું હતું કે, પોલીસ પગાર મેળવે છે, પરંતુ કામ કરતી નથી અને મૂક પ્રેક્ષક બનીને તમાશો જોયા કરે છે. સત્તાધીશો વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કેમ ન કરવો એવી ચીમકી પણ કોર્ટે ઉચ્ચારી હતી.
કોર્ટે કહ્યું કે, રસ્તા પર 50 ટકા લારી અને પાથરણા વાળા દબાણ કરી દે છે તો પછી વાહન ચાલકો અને લોકો માટે ચાલવાનો રસ્તો રહેતો નથી. સરકારી વકીલની વિનંતી પર હાઇકોર્ટે ફરી સુનાવણી 6 ફેબ્રુઆરીએ રાખી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp