દુષ્કર્મનો ભોગ બનેલીને યુવતીને ત્રણ લાખ વળતર ચૂકવવા ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો

PC: wikimedia.org

ગીર-સોમનાથની દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને રૂપિયા ત્રણ લાખનું વળતર ચૂકવવા માટે ગીર સોમનાથ જિલ્લા અદાલતે કરેલા હુકમને ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને સરકારે રજૂઆત કરી હતી કે નિયમ પ્રમાણે રૂપિયા એક લાખ જ આપી શકાય તેમ છે, પરંતુ જસ્ટિસ આર. પી. ઢોલરીયાએ ગુજરાત સરકારની અપીલ ફગાવી દઈ ગીર સોમનાથ કોર્ટના હુકમમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી યુવતીને ત્રણ લાખ આપવા આદેશ આપ્યો છે.

ગીર સોમનાથ કોર્ટમાં એક યુવતી સાથે થયેલા દુષ્કર્મનો કેસ ગીર સોમનાથ કોર્ટ સામે ચાલી જતાં કોર્ટે આરોપીને દોષી ઠરાવી સજા કરી હતી, સાથે જ ભોગ બનનાર યુવતીને રાજ્ય સરકાર ત્રણ લાખ વળતર ચૂકવે તેવો આદેશ આપ્યો હતો, પરંતુ ગુજરાત સરકારની દલિલ હતી કે વળતર ચૂકવવા માટેના અસ્તિત્વમાં રહેલા કાયદા પ્રમાણે ભોગ બનનાર યુવતીને એક લાખ જ વળતર ચુકવી શકાય છે. તેના કરતા વધુ વળતર આપવાની જોગવાની નથી. આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

પરંતુ હાઇકોર્ટે ગીર સોમનાથ કોર્ટના ચુકાદાને બહાલી આપી યુવતીને વળતર માટે સક્ષમ એજન્સી સામે જવા જણાવી રાજ્ય સરકારને ત્રણ લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp