કાશ્મીરમાં આતંકી સાથેની અથડામણમાં ગુજરાતનો વીર જવાન શહીદ, પત્ની ગર્ભવતી હતા

PC: khabarchhe.com

જમ્મૂ-કશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં માત્ર 25 વર્ષના ગુજરાતી યુવાન શહીદ થયા હોવાનું જાણવા મળ્યું છે. મૂળ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના, પરંતુ અત્યારે અમદાવાદમાં રહેતા આ વીર સૈનિકનો પાશ્વરદેહ રવિવારે બપોરે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો તો  સેંકડોની સંખ્યામાં ભેગા થયેલા લોકોની આંખોમાંથી વીર જવાનને નમન કરતી વખતે આંખોમાંથી અશ્રુધારા વહેવવા માંડી હતી. જવાનને સન્માન આપવા માટે અમદાવાદ એરપોર્ટથી વિરાટ નગર તેમના ઘર સુધી લોકોની ભીડ જોવા મળી હતી અને જ્યારે અંતિમ યાત્રા નિકળી ત્યારે પરિવારના ચોધાર આંસુઓએ બધાને હચમચાવી મુક્યા હતા.

મુળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના અને અત્યારે અમદાવાદના વિરાટ નગરમાં રહેતા મહિપાલ સિંહ વાળા જમ્મૂ-કશ્મીરના કુલગામમાં  આતંકવાદીઓ સાથેની મૂઠભેડમાં શહીદ થઇ ગયા હતા. તેમની ઉમર માત્ર 25 વર્ષની હતી અને તેમના પત્ની ગર્ભવતી છે, મહિપાલ સિંહ પિતા તરીકે ખુશી મેળવે તે પહેલા આતંકવાદીઓની ગોળીએ આ વીર જવાનની ખુશી છીનવી લીધી હતી. દેશની સુરક્ષા માટે ગુજરાતી જવાને પોતાની જાન ન્યોછાવર કરી દીધી હતી.

ઇન્ડિયન આર્મીના વીર જવાન મહિપાલ સિંહ વાળાના પાર્થિવ દેહને રવિવારે વિમાન મારફતે અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી તેમની વિરાટ નગરના ઘરે અને પછી ઘરેથી સ્મશાન સુધીની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. મહિપાલ સિંહ શહીદ થયા હોવાની વાત લોકોને ખબર હતી એટલે જ્યારે તેમના પાર્થિવ દેહને એરપોર્ટથી વિરાટનગર લાવવામાં આવ્યો ત્યારે ઠેર ઠેર લોકોની ભીડ આ વીર જવાનને નમન કરવા માટે ઉભી હતી. વીર જવાનના માનમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.જ્યારે શહીદ જવાનની અંતિમ યાત્રા નિકળી તો લોકો તેમના આંસૂ રોકી શક્યા નહોતા. પુરા માન સન્માન સાથે જવાનને વિદાય આપવામાં આવી હતી.

વીર શહીદ જવાન મહિપાલ સિંહ વાળા વર્ષ 2016માં ભારતીય સેનામાં જોડાયા હતા અને મધ્ય પ્રદેશના જબલપુરમાં તેમણે 1 વર્ષની ટ્રેનિંગ લીધી હતી. તેમનુ પહેલું પોસ્ટિંગ આસામના ગૌહાટીમાં  થયુ હતું. ગૌહાટી પછી તેમનીપોસ્ટિંગ ચંદીગઢ થઇ હતી અને છેલ્લાં 6 મહિનાથી તેમની જમ્મ-કશ્મીર ખાતે બદલી કરવામાં આવી હતી.શહીદ જવાન મહિપાલનું પોસ્ટિંગ 34 રાષ્ટ્રીય રાઇફલમાં થયું હતું.

વીર જવાન મહિપાલ સિંહના હજુ તો 3 વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા અને તેમના પત્ની અત્યારે ગર્ભવતી છે અને 9 મહિના પુરા થવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે. મતલબ કે મહિપાલ સિંહ ટુંક સમયમાં પિતા બનવાની તૈયારીમાં હતા. પરંતુ એ પહેલાં તેઓ શહીદ થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp