Breaking: સુરતના આ 4 વોર્ડમાં આમ આદમી પાર્ટી આગળ, કાર્યકરોમાં ઉત્સાહ

PC: Khabarchhe.com

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. સુરતમાં SVNIT અને ગાંધી કોલેજમાં મત ગણતરી થઇ રહી છે. મત ગણતરી કેન્દ્રો પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. SVNITમાં 16 અને ગાંધી કોલેજમાં 14 વોર્ડની મત ગણતરી થઇ રહી છે. મત ગણતરીની શરૂઆતમાં ભાજપ 7 કોંગ્રેસ 2 અને પાટીદાર વિસ્તારમાં 4 વોર્ડમાં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. સુરતમાં આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 2 અમરોલી, મોટા વરાછા અને કઠોર, વોર્ડ નંબર 3 વરાછા, સરથાણા, સીમાડા અને લસકાણા, વોર્ડ નંબર 4 કાપોદ્રા અને વોર્ડ નંબર 16 પુણા(પશ્ચિમ)માં આગળ ચાલી રહી છે. પાટીદાર વિસ્તારમાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી હોવાના કારણે AAPના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટી 4 વોર્ડમાં કુલ મળીને 16 બેઠકમાં આગળ ચાલી રહી છે.

સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલવાની શક્યતાને લઇને AAPના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં ભાજપ 40 ઉપર અને કોંગ્રેસ 10 બેઠક પર આગળ છે.

6 મહાનગરપાલિકા ચૂંટણીનું રિઝલ્ટ સવારે 10.50 કલાક સુધીનું અપડેટ....

23-02-2021 10:50 AM - રાજકોટ વોર્ડ નં.7માં ભાજપનો જંગી લીડથી વિજય

23-02-2021 10:44 AM - અમદાવાદના થલતેજ, જોધપુરમાં ભાજપની જીત

23-02-2021 10:43 AM - સવારે 10.45 કલાક સુધીમાં રાજકોટમાં ભાજપ 26 અને કોંગ્રેસ 6 સીટ પર આગળ

23-02-2021 10:43 AM - જામનગરમાં ભાજપ 20 અને કોંગ્રેસ 4 અને અન્ય 4 સીટ પર આગળ

23-02-2021 10:43 AM - ભાવનગરમાં ભાજપ 20 અને કોંગ્રેસ 4 સીટ પર આગળ

23-02-2021 10:40 AM - વડોદરાના વોર્ડ 1મા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષ પટેલની હાર

23-02-2021 10:40 AM - વડોદરાના વોર્ડ 1મા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષ પટેલની હાર

23-02-2021 10:39 AM - અમદાવાદમાં ભાજપ 70 કોંગ્રેસ 16 સીટ પર આગળ

23-02-2021 10:35 AM - વડોદરા વોર્ડ 6મા કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકા પટેલની જીત

23-02-2021 10:34 AM - અમદાવાદના થલતેજમાં ભાજપની પેનલનો વિજય

23-02-2021 10:32 AM - વડોદરાના વોર્ડ 1મા કોંગ્રેસના ઉમેદવારોની જીત

23-02-2021 10:31 AM - વડોદરામાં વોર્ડ 16માં ભાજપના બે ઉમેદવારની જીત, ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત

23-02-2021 10:29 AM - ભાવનગરમાં મતગણતરી કેન્દ્ર બહાર કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો

23-02-2021 10:23 AM - બહેરામપુરા વોર્ડમાં ઓવૈસીની પાર્ટી AIMIM આગળ

23-02-2021 10:03 AM - 576 બેઠકમાં 114 પર ભાજપ આગળ અને 28 પર કોંગ્રેસ આગળ

23-02-2021 10:03 AM - જોધપુર, ગોતા, અસરવા, નિકોલમાં ભાજપ આગળ

23-02-2021 09:59 AM - સવારે 10 કલાક સુધીમાં અમદાવાદમાં ભાજપ 35 અને કોંગ્રેસ 20 સીટ પર આગળ

23-02-2021 09:49 AM - સવારે 9.30 કલાક સુધીનું અપડેટ

23-02-2021 09:39 AM - સવારે 9.40 કલાક સુધીમાં ભાજપ અમદાવાદમાં 20 સુરતમાં 10, રાજકોટમાં 11, વડોદરામાં 9, જામનગરમાં 9 અને ભાવનગરમાં 6 સીટ પર આગળ

23-02-2021 09:31 AM - સુરતમાં સવારે 9.30 કલાક સુધીમાં જામનગરમાં ભાજપ 6 અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ

23-02-2021 09:26 AM - બેલેટ પેપર મતગણતરીમાં 14 પર ભાજપ આગળ અને અમદાવાદના દાણીલીમડામાં કૉંગ્રેસ આગળ

23-02-2021 09:18 AM - સુરતમાં સવારે 9.15 કલાક સુધીમાં સુરતમાં ભાજપ 6, રાજકોટમાં 4 સીટ પર આગળ

23-02-2021 09:18 AM - સવારે 9.15 કલાક સુધીમાં અમદાવાદમાં ભાજપ 6 અને કોંગ્રેસ 2 સીટ પર આગળ

23-02-2021 09:08 AM - રાજકોટમાં ભાજપના કશ્યપ શુક્લ પાર્ટીના નિશાન સાથે જતા મગજમારી થઈ

23-02-2021 08:56 AM - સુરતની SVNIT કોલેજ ખાતે મતગણતરી દરમિયાન લોકોની ભીડ ઉમટવાની શરૂ

23-02-2021 08:56 AM - અમદાવાદમાં L.D. એન્જિનીયરિંગ કોલેજની બહાર એક CCTV કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે.

23-02-2021 08:47 AM - 6 મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનની ટકાવારી

23-02-2021 08:44 AM - સુરતના વોર્ડ 20મા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને 50-50 પોસ્ટલ મત

23-02-2021 08:43 AM - સવારે 9 કલાકથી EVM મતગણતરી શરૂ થશે

23-02-2021 08:43 AM - પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp