બ્રેકિંગ ન્યૂઝઃ સુરતના આ ત્રીજા વોર્ડમાં પણ AAPનો વિજય, કુલ 12 સીટો પર જીત

PC: khabarchhe.com

સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 16 બાદ વોર્ડ નંબર 2મા પણ આમ આદમી પાર્ટીએ બાજી મારી લીધી છે અને AAPના ઉમેદવારોનો વિજય થયો છે. વોર્ડ નંબર 4 કાપોદ્રા અને વોર્ડ નંબર 16 પુણા(પશ્ચિમ)માં આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે. વોર્ડ નંબર 4માંથી ધર્મેન્દ્ર છગન વાવલિયા, ઘનશ્યામ ગોવિંદ મકવાણા, સેજલ જીગ્નેશ માલવિયા અને કુંદન હરેશ કોઠિયાનો વિજય થયો છે. આ ઉપરાંત વોર્ડ નંબર 16 પુણા(પશ્ચિમ)માંથી પાયલ કિશોર સાકરિયા, જીતેન્દ્ર પાંચા કાછડિયા, વિપુલ ધીરુ મોવલીયા અને શોભના કિરીટ કેવડીયાનો વિજય થયો છે.

ત્યારે હવે ખબર પડી રહી છે કે, વોર્ડ નંબર 2મા મોનાલી અરવિંદભાઈ હિરપરા, રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયા, અલ્પેશ અશોકભાઈ પટેલ અને ભાવનાબેન ચીમનભાઈ સોલંકી ઉમેદવારોનો વિજય થયો છે. સુરતમાં કોંગ્રેસ અને ભાજપના ગઢમાં ગાબડું પાડીને આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં એન્ટ્રી કરી છે. ત્રણ વોર્ડમાં જીત હાંસલ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો છે. મતગણતરી કેન્દ્ર બહાર આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે.

બપોરે 1.25 કલાક સુધીનું અપડેટ...

01:23 PM - સુરતમાં વોર્ડ નંબર 10, 14, 15, 23 અને 29મા ભાજપની જીત

01:07 PM - જામનગરમાં વોર્ડ 13મા ભાજપની 3 અને કોંગ્રેસની 1 બેઠક પર જીત

01:06 PM - વડોદરામાં વોર્ડ નંબર 7, 8, 17મા ભાજપની પેનલની જીત

12:59 PM - કિરીટ સોલંકીએ કહ્યુ- ભાજપ તમામ 6 મનપા ચૂંટણી જીતશે

12:52 PM - અમદાવાદના નવરંગપુરામાં ભાજપની પેનલનો વિજય

12:50 PM - રાજકોટમાં 48 બેઠક પર ભાજપ આગળ, કોંગ્રેસ એકપણ વોર્ડમાં આગળ નહીં

12:41 PM - ગુજરાતની 6 મહાનગરપાલિકામાં બપોરે 12.30 કલાક સુધીનું અપડેટ

12:41 PM - સુરતના વોર્ડ નંબર 23 બમરોલી-ઉધના(ઉત્તર)માં ભાજપની પેનલની જીત

12:36 PM - અમદાવાદના દાણીલીમડામાં કોંગ્રેસનો વિજય

12:30 PM - રાજકોટના વોર્ડ નંબર 8 માં ભાજપના ઉમેદવારોની જીત

12:18 PM - સુરતના વોર્ડ નંબર 14માં ભાજપની પેનલની જીત

12:11 PM - બપોરે 12 કલાક સુધીમાં જામનગરમાં ભાજપ 23, કોંગ્રેસ 4 બેઠક પર આગળ

12:10 PM - બપોરે 12 કલાક સુધીમાં ભાવનગરમાં ભાજપ 26, કોંગ્રેસ 6 બેઠક પર આગળ

12:10 PM - બપોરે 12 કલાક સુધીમાં રાજકોટમાં ભાજપ 22, કોંગ્રેસ 4 બેઠક પર આગળ

12:10 PM - બપોરે 12 કલાક સુધીમાં સુરતમાં ભાજપ 46, કોંગ્રેસ 10 અને AAP 18 બેઠકો પર આગળ

12:10 PM - બપોરે 12 કલાક સુધીમાં વડોદરામાં ભાજપ 15, કોંગ્રેસ 10 બેઠક પર આગળ

12:10 PM - બપોરે 12 કલાક સુધીમાં અમદાવાદમાં ભાજપ 65, કોંગ્રેસ 10, અન્ય 4 બેઠક પર આગળ

12:07 PM - સુરત વોર્ડ નંબર 16 માં આમ આદમી પાર્ટી પેનલ વિજેતા બની

11:58 AM - ભાવનગરના કરચલીયા પરા વોર્ડમાં ભાજપની પેનલની જીત

11:56 AM - ભાવનગરના ચિત્રા ફુલસર નારી વોર્ડમાં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત

11:51 AM - સુરતના વોર્ડ 3, 4, 5, 16 અને 17મા આમ આદમી પાર્ટી આગળ

11:46 AM - રાજકોટના વોર્ડ 10મા ભાજપની આખી પેનલની જીત

11:44 AM - રાજકોટના વોર્ડ 7મા ભાજપની આખી પેનલની જીત

11:31 AM - જામનગરના વોર્ડ 1મા કોંગ્રેસની પેનલનો વિજય

11:27 AM - વડોદરાના વોર્ડ 7મા ભાજપની પેનલની જીત

11:24 AM - સવારે 11 કલાક સુધીમાં અમદાવાદમાં ભાજપ 73 કોંગ્રેસ 16 સીટ પર આગળ

11:21 AM - વસ્ત્રાલમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય

11:15 AM - નિકોલ, ખોખરામાં ભાજપની પેનલની જીત

11:15 AM - અમદાવાદના ગોતામાં ભાજપની પેનલનો વિજય

11:14 AM - જામનગરના વોર્ડ 13મા ભાજપના 3 ઉમેદવારની જીત

10:50 AM - રાજકોટ વોર્ડ નં.7માં ભાજપનો જંગી લીડથી વિજય

10:44 AM - અમદાવાદના થલતેજ, જોધપુરમાં ભાજપની જીત

10:43 AM - સવારે 10.45 કલાક સુધીમાં રાજકોટમાં ભાજપ 26 અને કોંગ્રેસ 6 સીટ પર આગળ

10:43 AM - જામનગરમાં ભાજપ 20 અને કોંગ્રેસ 4 અને અન્ય 4 સીટ પર આગળ

10:43 AM - ભાવનગરમાં ભાજપ 20 અને કોંગ્રેસ 4 સીટ પર આગળ

10:40 AM - વડોદરાના વોર્ડ 1મા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષ પટેલની હાર

10:40 AM - વડોદરાના વોર્ડ 1મા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષ પટેલની હાર

10:39 AM - અમદાવાદમાં ભાજપ 70 કોંગ્રેસ 16 સીટ પર આગળ

10:35 AM - વડોદરા વોર્ડ 6મા કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકા પટેલની જીત

10:34 AM - અમદાવાદના થલતેજમાં ભાજપની પેનલનો વિજય

10:32 AM - વડોદરાના વોર્ડ 1મા કોંગ્રેસના ઉમેદવારોની જીત

10:31 AM - વડોદરામાં વોર્ડ 16માં ભાજપના બે ઉમેદવારની જીત, ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત

10:29 AM - ભાવનગરમાં મતગણતરી કેન્દ્ર બહાર કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો

10:23 AM - બહેરામપુરા વોર્ડમાં ઓવૈસીની પાર્ટી AIMIM આગળ

10:03 AM - 576 બેઠકમાં 114 પર ભાજપ આગળ અને 28 પર કોંગ્રેસ આગળ

10:03 AM - જોધપુર, ગોતા, અસરવા, નિકોલમાં ભાજપ આગળ

09:59 AM - સવારે 10 કલાક સુધીમાં અમદાવાદમાં ભાજપ 35 અને કોંગ્રેસ 20 સીટ પર આગળ

09:49 AM - સવારે 9.30 કલાક સુધીનું અપડેટ

09:39 AM - સવારે 9.40 કલાક સુધીમાં ભાજપ અમદાવાદમાં 20 સુરતમાં 10, રાજકોટમાં 11, વડોદરામાં 9, જામનગરમાં 9 અને ભાવનગરમાં 6 સીટ પર આગળ

09:31 AM - સુરતમાં સવારે 9.30 કલાક સુધીમાં જામનગરમાં ભાજપ 6 અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ

09:26 AM - બેલેટ પેપર મતગણતરીમાં 14 પર ભાજપ આગળ અને અમદાવાદના દાણીલીમડામાં કૉંગ્રેસ આગળ

09:18 AM - સુરતમાં સવારે 9.15 કલાક સુધીમાં સુરતમાં ભાજપ 6, રાજકોટમાં 4 સીટ પર આગળ

09:18 AM - સવારે 9.15 કલાક સુધીમાં અમદાવાદમાં ભાજપ 6 અને કોંગ્રેસ 2 સીટ પર આગળ

09:08 AM - રાજકોટમાં ભાજપના કશ્યપ શુક્લ પાર્ટીના નિશાન સાથે જતા મગજમારી થઈ

08:56 AM - સુરતની SVNIT કોલેજ ખાતે મતગણતરી દરમિયાન લોકોની ભીડ ઉમટવાની શરૂ

08:56 AM - અમદાવાદમાં L.D. એન્જિનીયરિંગ કોલેજની બહાર એક CCTV કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે.

08:47 AM - 6 મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનની ટકાવારી

08:44 AM - સુરતના વોર્ડ 20મા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને 50-50 પોસ્ટલ મત

08:43 AM - સવારે 9 કલાકથી EVM મતગણતરી શરૂ થશે

08:43 AM - પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp