હાર બાદ જાણો શું કહ્યું રેશ્મા પટેલે

PC: facebook.com/reshmapatel.in

ગુજરાતની 26સે 26 લોકસભાની બેઠક ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે ત્યારે અપક્ષના ઉમેદવાર રેશમા પટેલે ભાજપની જીતને EVMનું સેટિંગ કહ્યું અને તેઓએ પોતાની હારને કબુલ કરીને ભાજપ પર પ્રહારો કર્યા.

રેશમા પટેલે જણાવ્યું હતું કે, લોકસભાના પરિણામ આવી ચૂંક્યા છે. ત્યારે જનતાનો અને દરેક કાર્યકર્તા ગણનો હું દિલથી આભાર માનું છું અને જીતેલા ઉમેદવારને દિલથી અભિનંદન પણ પાઠવું છું અને હું સ્વીકારું છું કે, મારી હાર જનાદેશ છે પરંતુ ગુજરાતમાં 26માંથી 26 બેઠક ગુજરાતમાં આટલી મોટી લીડે ભારતીય જનતા પાર્ટી જીત્યું છે આ વાત મારું મન માનવા તૈયાર નથી અને હું સ્વીકારવા પણ તૈયાર નથી અને હું માનતી પણ નથી કે, જનાદેશની જીત થઇ છે. કારણ કે, ગુજરાતમાં ખેડૂતોનો રોષ ક્યાં ગયો, બે રોજગાર ગુજરાત ક્યાં ગયું, ભ્રષ્ટાચાર યુક્ત ગુજરાતની જનતાનો આક્રોશ ક્યાં ગયો. આ દરેક પરિસ્થિતિ જોતા ગુજરાતમાં 26માંથી 26 બેઠકો આટલી લાખોની લીડથી ભારતીય જનતા પાર્ટી જીતે છે. આ જનાદેશ ના હોઈ શકે. આ માત્રને માત્ર EVMમાં ગોટાળા છે.

जीते हुए तमाम उम्मीदवार को बधाई और NCP के सभी कार्यकर्ता का दिल से आभार व्यक्त करती हुं। मे जनता के जनादेश को मेरी सीट पर स्वीकार करती हुं। आने वाले वक़्त में मेरी जिम्मेदारी समजकर जनता के अधिकार और हक के लिए लडती रहुंगी। मेरी हार को में खेलदिली से स्वीकार करती हुं पर गुजरात के परिणाम को देखते हुए एक शंका हंमेशा रहेगी के गुजरात की जनता, किसान, ग्राम्य विस्तार का रोश कहा गया ? और चमत्कारी वोट की लीड जो हर सीट पर आई यह बात का स्वीकार नहीं कीया जा सकता। अब तक EVM में गोटाले का शक मजबूत नहीं था दिमाग मानने को तैयार नहीं था पर आज में खुलके कहुंगी की EVM में 100000000% गडबडी है। गुजरात में 26 मे से 26 सीट इतनी लीड से भाजपा जीते यह शक्य नही। जय हिंद

Posted by Reshma Patel on Thursday, 23 May 2019

;

રેશમા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી માત્ર EVM પર શંકાઓ થતી હતી પરંતુ દિમાગ માનવા માટે તૈયાર ન હતુ. પણ આજે ખુલા દિલથી બોલું છું કે, ખુલા દિમાગથી બોલું છું કે, 100% EVMમાં ગોટાળા થયા છે અને આ ગોટાળાના કારણે લાખોની લીડથી ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 બેઠક ગુજરાતમાંથી જીતી છે. કારણ કે, મેં ગુજરાતની પરિસ્થિતિને નજીકથી જોઈ છે. એ ખેડૂતોને મેં નજીકથી જોયા છે. એ પીડિત પ્રજાને મેં નજીકથી જોઈ છે. આ દરેકનો આક્રોશ માત્ર લાખોની લીડમાં પરિવર્તિત થતો હોય ત્યારે શંકા નહીં પણ વિશ્વાસ સાથે કહું છું કે, EVMનો આદેશ છે, આ જનતાનો આદેશ નથી. હુ મારી હાર સ્વીકારૂ છું, મારી હાર જનતાના આદેશથી છે પરંતુ ગુજરાતની હાર ગુજરાતમાં 26માંથી 26 બેઠકો પર થયેલી સાથી પક્ષોની હાર હું સ્વીકારવા હું તૈયાર નથી. EVMના ગોટાળાથી ભારતીય જનતા પાર્ટી જીતી છે આ વસ્તુ સ્પસ્ટ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp