ગુજરાતના સાંસદ લાલકૃષ્ણ અડવાણીએ પાંચ વર્ષમાં માત્ર એકવાર ડિબેટમાં ભાગ લીધો

PC: 5dariyanews.com

17મી લોકસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં છે. જેને લઇને તમામ પક્ષના કાર્યકર્તાઓ ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે. પરંતુ જે પાર્ટીના સંસદે પાંચ વર્ષના સમયગાળામાં પોતાના વિસ્તારના લોકોની સેવા માટે જેવા કામ કર્યા હશે તેના આધારે જનતા પોતાના નેતાને મત આપશે. 16મી લોકસભાની ચૂંટણી એટલે કે 2014ની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર ભાજપના સાંસદો ચૂંટાયા હતા અને તેઓએ 2014થી લઇને 2019માં લોકસભામાં સરેરાશ 84 ટકા હાજરી આપી હતી અને તેમના દ્વારા 284 જેટલા સરેરાશ સવાલો પૂછવામાં આવ્યા હતા.

જોકે, ગુજરાતમાં ઘણા સાંસદ એવા પણ છે કે, જેમણે લોકસભામાં હાજરી તો આપી, પણ ક્યારેય એક પણ સવાલ પૂછ્યો નથી. આ સાંસદમાં એક નામ છે લાલકૃષ્ણ અડવાણીનું કે જોઓએ પાંચ વર્ષના સમયમાં લોકસભામાં 92 ટકા હાજરી આપી હતી, પરંતુ દરવખતે તેમણે લોકસભામાં મૌન સેવ્યું હતું. એટલે કે, તેમણે એક પણ સવાલ લોકસભામાં ઉઠાવ્યો નથી. આ ઉપરાંત સાંસદ લાલકૃષ્ણ અડવાણીના પાંચ વર્ષના કાર્યકાળમાં તેમણે માત્ર એક જ વાર ડિબેટમાં ભાગ લીધો હતો.



આતો થઈ સાંસદ લાલકૃષ્ણ અડવાણીની વાત પરંતુ બીજા સાંસદોની વાત કરવામાં આવે તો ભાજપના વલસાડના સાંસદ કે. સી. પટેલે એક પણ સવાલ લોકસભામાં પૂછ્યો નથી અને લાલકૃષ્ણ અડવાણીની જેમ એક જ વાર ડિબેટમાં ભાગ લીધો છે.

આ ઉપરાંત પોરબંદર સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ બજેટ સત્રમાં 40 ટકા હાજરી આપી હતી, લોકસભામાં પાચ વર્ષ દરમિયાન માત્ર 14 ટકા જ હાજરી આપી હતી અને એક પણ ડિબેટમાં ભાગ લીધો નથી.

ભાજપના જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ પાંચ વર્ષના સમયમાં લોકસભામાં સૌથી વધારે પ્રશ્ન પૂછ્યા હતા. તેમને કુલ 546 પ્રશ્નો પૂછ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp