ગુજરાતની NRGની વેબસાઇટ ઓફલાઇન, વિદેશમાં ખૂલતી નથી

PC: asian-voice.com

ગુજરાત બહાર વસતા ગુજરાતી પરિવારોને મદદરૂપ થતી રાજ્ય સરકારની એનઆરજી વેબસાઇટ બીજા દેશોમાં ખુલતી નથી પરિણામે ગુજરાતી પરિવારો તેનો ઉપયોગ કરી શકતા નથી. આ સાઇટ ખૂલતી નહીં હોવાથી તેમજ તેમાં અસંખ્ય ખામીઓ હોવાના કારણે વિદેશમાં વસતા ગુજરાતીઓને સાચુ ચિત્ર મળી શકતું નથી. તેઓ સરકારનું એનઆરજી કાર્ડ પણ મેળવી શકતા નથી.

વિદેશમાં વસતા ગુજરાતીઓ જ્યારે ગુજરાતમાં પ્રવાસે આવે ત્યારે તેમને શોપિંગમાં ડિસ્કાઉન્ટ, તમામ જગ્યાએ પ્રાથમિકતા અને સરળ પ્રવાસની સલાહ આપતી વેબસાઇટમાં કોઇ એનઆરજી લોગઇન કરે છે ત્યારે તે નિરાશ થાય છે. આ વેબસાઇટનું સર્જન સરકારના સામાન્ય વહીવટ વિભાગે કર્યું છે.

સ્માર્ટ ગવર્નન્સના દાવા કરતી ગુજરાત સરકાર વિદેશમાં રહેતા ગુજરાતી પરિવારોને રાજ્યની વર્તમાન સ્થિતિથી વંચિત રાખી રહી છે. ઓસ્ટ્રેલિયામાં સ્થિત એક ગુજરાતી વ્યક્તિએ આ સાઇટને ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ખૂલી શકી ન હતી. બીજા એક કિસ્સામાં આ વેબસાઇટમાં માહિતી માગવામાં આવી હતી પરંતુ માહિતી આપનાર અધિકારી નહીં હોવાથી અરજદારને પ્રત્યુત્તર મળી શકતો નથી.

વિદેશમાં વસતા ગુજરાતી પરિવારો રાજ્ય સરકારની આ વેબસાઇટનો ઉપયોગ કરતા હોય છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી આ સાઇટ ખોલીને એનઆરજી પરિવારોને નિરાશાનો અનુભવ થાય છે. તેમને કોઇ પ્રત્યુત્તર મળતો નથી. રજીસ્ટ્રેશન પણ સહેલાઇથી થઇ શકતું નથી.

સરકારની ઘણી યોજનાઓ ઓનલાઇન તો કરવામાં આવે છે પરંતુ ત્યારપછી તેનું મેઇન્ટનન્સ નહીં થવાને કારણે આ સમસ્યા ઊભી થાય છે. આવી યોજનાઓ માત્ર સરકારની ઇમેજ મેકિંગ માટેની વ્યવસ્થા જેવી જ રહી જાય છે. લોકો માત્ર હેરાન જ થાય છે. જ્યારે દુનિયાભરના લોકો માટે આ સિસ્ટમ શરૂ કરાઇ હોય ત્યારે આખી દુનિયામાં ગુજરાતની ઇમેજ કેવી જશે તે સરકારે અને તેના અધિકારીઓએ વિચારવું જોઇેએ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp