અનલોક-2: ગુજરાતમાં દુકાનો 8 વાગ્યા સુધી રહી શકશે ચાલુ, જાણો બીજી જાહેરાત

PC: khabarchhe.com

સોમવારના રોજ ભારત સરકારે અનલોક-2ની જાહેરાત કરી હતી, ત્યારે હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાત માટે અનલોક-2 અંતર્ગત જાહેરાતો કરી છે. જે મુજબ ગુજરાતમાં આવતી કાલ 1 જુલાઈ બુધવારથી દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે. મુખ્યમંત્રીએ એવું પણ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈથી અનલોક-2 અંતગર્ત જે નવા દિશાનિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત્રીએ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્ત્વપૂર્ણ કર્યા છે.

અનલોક-2ને લઈને ભારત સરકારની જાહેરાત...

કેન્દ્રીય ગૃહમંત્રાલયે અનલૉક-2ની ગાઈડલાઈન બહાર પાડી દીધી છે. કોરોના વાયરસ કન્ટેઈનમેન્ટ ઝોનથી બહારના વિસ્તારોમાં ઘણી ગતિવિધિઓમાં છૂટ રહેશે, જ્યારે કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકડાઉનને કડક બનાવવાની જોગવાઇ છે. અનેલૉક-1નો સમય 30 જૂનના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તેની સાથે જ અનલૉક-2ની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં ઘણી છૂટ રહેશે પણ પ્રતિબંધોની સાથે. કન્ટેઈનમેન્ટ ઝોનમાં કડકાઇ રહેશે, જ્યારે તેની બહારના વિસ્તારોમાં છૂટ આપવામાં આવશે. નવી ગાઈડલાઈન 1 જુલાઇથી પ્રભાવી થઈ જશે.

ચરણબદ્ધ રીતે ગતિવિધિ શરૂ કરવાનું કામ અનલૉક-1માં જ કરી દેવામાં આવ્યું હતું. અનલૉક-2મા પણ તેને આગળ વધારવામાં આવશે. અનલૉક-2ની ગાઈડલાઇન જુદા જુદા ક્ષેત્રોના લોકો સાથી ચર્ચા વિચારણા કર્યા પછી બહાર પાડવામાં આવી છે. જેમાં રાજ્ય, સંઘ શાસતિ પ્રદેશ અને કેન્દ્ર મંત્રાલય અને તેના વિભાગ પણ સામેલ છે.

અનલૉક-1માં બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનમાં કન્ટટેઈનમેન્ટ ઝોનથી બહાર ધાર્મિક સ્થળ, હોટલ, રેસ્ટોરાં, શોપિંગ મોલ્સને 8 જૂનથી ખોલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે આગળ પણ ચાલું જ રહેશે. તેમા માટે SOP ચાલુ જ છે.

સીમિત સંખ્યામાં ઘરેલૂ ઉડાનો અને સવારી ટ્રેનોની પરવાનગી આપવામાં આવી છે. તેનું સંચાલન આગળ પણ ચાલુ જ રહેશે.  ઈન્ડસ્ટ્રીયલ યૂનિટ, રાષ્ટ્રીય અને પ્રાદેશિક હાઇવે પર લોકોની અવર-જવર, કાર્ગોની લોડિંગ અને અનલોડિંગ, બસ, ટ્રેન, પ્લેનથી ઉતર્યા પછી લોકોને તેમના સ્થાનો સુધી જવા માટે પણ રાત્રિ કર્ફ્યૂમાં છૂટ આપવામાં આવી છે.

દુકાનોમાં 5 લોકોથી વધારે પણ જોડાઇ શકે છે. પણ તેના માટે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન ખૂબ જરૂરી છે. 15 જુલાઇથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ શરૂ થઈ શકશે. તેના માટે સરકાર તરફથી SOP બહાર પાડવામાં આવશે. જુદા જુદા રાજ્યોની સરકારો સાથે વિચારણા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો કે સ્કૂલ-કોલેજો અને કોચિંગ સંસ્થાઓ 31 જુલાઇ સુધી બંધ રાખવામાં આવશે.

વંદે માતરમ મિશન હેઠળ સીમિત સંખ્યામાં આંતરરાષ્ટ્રીય ઉડાનોની પપરવાનગી છે. આગળ પણ તેને વધારવામાં આવશે. નિમ્નલિખિત ગતિવિધિઓને છોડી દરેક ગતિવિધિઓને કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર છૂટ આપવામાં આવશે.

સમીક્ષા કર્યા પછી આ ગતિવિધિઓ શરૂ કરવાની તારીખનું એલાન થશે

મેટ્રો રેલ, સિનેમા હોલ્સ, જીમ, સ્વીમિંગ પૂલ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક, થિએટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, મનોરંજન, એકેડેમિક્સ, સાંસ્કૃતિક, ધાર્મિક અને અન્ય મોટા જમાવડા વગેરેને પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી આ ગતિવિધિઓ શરૂ કરવાની તારીખનું એલાન કરવામાં આવશે.

કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકડાઉનને કડક કરવામાં આવશે. કન્ટેઇનમેન્ટ ઝોન વિશે જિલ્લાધિકારીની વેબસાઈટ પર જાણકારી આપવામાં આવી છે. રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ અને સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી પણ આ વિશે જાણકારી આપવામાં આવશે. સરકારના અધિકારીઓ તરફથી કન્ટેઈનમેન્ટ ઝોનની ગતિવિધિ પર સખ્તાઇથી દેખરેખ કરવામાં આવશે અને નિર્દેશોનું પાલન પણ કરવાનું રહેશે. આ ઝોનમાં નિયામોનું ઉલ્લંઘન પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ નજર રાખશે. કન્ટેઇનમેન્ટ ઝોનની બહાર કઈ ગતિવિધિઓમાં છૂટ આપવાની છે, તેના વિશે રાજ્ય સરકારો નિર્ણય લેશે.

બાળકો અને વૃદ્ધો ઘરમાં જ રહે

65 વર્ષથી વધુ ઉંમરના લોકો, ગંભીર બીમારીથી પીડિત, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. જ્યાં સુધી બહાર નીકળનું ખૂબ જ જરૂરી ન હોય. સ્વાસ્થ્યય સંબંધિત કામો માટે બહાર નિકળવાની છૂટ છે. લોકોની વચ્ચે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ વધારવા માટે સરકાર પ્રોત્સાહન ચાલુ જ રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp