હજ યાત્રાને શુભેચ્છા પાઠવતાં આત્મારામ

13 Aug, 2017
10:43 PM
PC: khabarchhe.com

પવિત્ર મક્કા શહેરની યાત્રા માટે જતા હજ યાત્રિકો માટે ગુજરાત રાજ્ય હજ સમિતિ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે એક કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં હજ યાત્રિકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી આત્મારામભાઈ પરમાર, ગુજરાત રાજ્ય હજ સમિતિના સભ્યો, મુસ્લિમ આગેવાનો અને હજ યાત્રિકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતા.આવતા મહિને મક્કા શરીફમાં હજ અદા કરવામાં આવશે.

Leave a Comment: