સુરતમાં હાર્દિકે ઉતારી ગણપતિની આરતી, ફોટોમાં જુઓ કેટલા લોકો આવ્યા

PC: twitter.com/HardikPatel_

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પોતાના આમરણાંત ઉપવાસમાં પારણા કરી લીધા છે અને ફરી તેણે વિવિધ જગ્યાએ જઈને લોકોને મળવાનું શરૂ કર્યું છે, જે અંતર્ગત શનિવારના રોજ હાર્દિક સુરતની મુલાકાતે આવ્યો હતો, જ્યાં તેમણે સુરતના ડિંડોલી વિસ્તારમાં ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજની મહિલાઓને સંબોધિત કરી હતી. ત્યાર બાદ તે સુરતમાં યોગી ચોક સહિત અનેક જગ્યાએ ગણેશ આરતી માટે પણ ગયો હતો. ત્યારે ફોટોમાં જોઈએ, તે જ્યા ગયો ત્યાં કેટલા લોકો આવ્યા હતા.

સુરતમાં યોગી ચોક નજીક કિરણ ચોકમાં ગણેશજીની આરતી બાદ હાર્દિકે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગણેશ ઉત્સવના પવિત્ર તહેવાર પર આજે સુરતના કિરણ ચોકમાં ભગવાન ગણેશના ચરણોમાં શીષ નમાવ્યું. કિરણ ચોકમાં આયોજિત ભક્તિમાં શક્તિ નામની જનસભાને સંબોધિત કરી હતી. વિતેલી કાલ જઈ ચૂકી છે. આવનારી કાલ હજુ નથી આવી. આપણી પાસે બસ આજનો દિવસ છે. ચાલો શરૂઆત કરીએ. ગુજરાતમાં ભાજપા વિરુદ્ધ સંપૂર્ણ લોકક્રાંતિનું આહવાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp