CD અંગે હાર્દિકે ફરી આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

PC: khabarchhe.com

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની સોમવારે એક CD જાહેર થયા બાદ આજે બીજી CD આવતા એવું લાગતું હતું કે હાર્દિકના સમર્થનમાં ફરક પડશે, પરંતુ આજે ભરૂચ જિલ્લાના સરભાણમાં યોજાયેલી સભામાં નહોતું લાગતું. હજારોની સંખ્યામાં હાર્દિકના સમર્થકો જોવા મળ્યા હતા અને સભાના અંતે મીડિયાએ હાર્દિકને CD અંગે પણ સવાલ કર્યો હતો.

તેના જવાબમાં હાર્દિકે કહ્યું હતું કે, આવી CD તો રોજ આવશે, તમે જોયા કરો, આરોપો-પ્રત્યારોપો લગાવતા રહો. મારું કામ છે લોકો વચ્ચે જવાનું, મારા મુદ્દાઓ પર ચર્ચા કરવાની. જે દિવસે હું ખોટું હોઈશ અથવા માની લો કે આ વાતમાં હું ખોટો છું, પરંતુ મુદ્દો અનામતનો છે અને અનામત સામેની લડાઈનો છે. મુદ્દાથી હું ભટકવાનો નથી. હું લડાઈ વધુમાં વધુ મજબૂત કરીશ. ગામડે-ગામડે ફરીશ. લોકો ઓછા આવશે તો સમજીશ કે હું ખોટો છું, પરંતુ લોકો તો આવી રહ્યા છે. વીડિયોમાં વાળ છે તે અંગે પૂછતા હાર્દિકે કહ્યું હતું કે, એ તો જેણે વીડિયો બનાવ્યો તેને ખબર હોય.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.