રાજકોટમાં હાર્દિક-જિગ્નેશ-કનૈયાની રેલી, જાણો શું કહ્યું હાર્દિકે

PC: facebook.com/HardikPatel.Official

રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા સંવિધાન બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ, અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર ઉપસ્થિત રહશે. રેલી પહેલા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર ઉપસ્થિત રહ્યા હતા.

હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ દેશ માટે, આ રાજ્ય માટે અને આ રાજકોટની જનતા માટે અમારો આ એક પ્રયાસ છે અને ગુજરાતમાં પ્રથમ આવી રેલી હશે. મેં જિગ્નેશ અને કનૈયાએ જોધપુર, પટના અને મુંબઈની અંદર દેશ બચાવો, સંવિધાન બચાવો રેલી કરી હતી. આની પ્રમુખ જવાબદારીઓ એટલી છે કે, આજે CBI ઉપર ધાકધમકી કરવામાં આવે છે, રિઝર્વ બેંક ઉપર સરકાર દ્વારા દબાવ નાંખવામાં આવે છે, સુપ્રીમકોર્ટની વિશ્વસનીયતા નથી રહી અને પોલીસની તો ગુજરાતમાં વાત જ છોડી દો, આ બધી જે વાત છે તેના વિરોધમાં અમારી લડાઈ છે. કારણ કે, ભારતનું બંધારણ મજબૂત છે અને ભારતના બંધારણથી જ બધું થાય છે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, અમે લોકો ભાજપના વિરોધી છીએ, ભારતના નહીં અને અમે ભાજપના વિરોધી એટલા માટે છીએ કે, ભાજપ ભારત વિરોધી છે. એટલા માટે અમે આ લડાઈ લઇને નીકળ્યા છીએ. આશા રાખું છું કે, તમામ મીડિયા બંધુ, પોલીસ અને જનતા આ પ્રથમ પહેલને સાથ અને સહયોગ આપે. તો ગુજરાતમાંથી નવા યુવાનો સમાજ હિત માટે રાષ્ટ્ર હિત માટે લડવા માટે બહાર નીકળશે. આજે આ રેલી નીકળશે, દમદાર નીકળશે જેને વિરોધ કરવો હોય તેને છૂટ છે. કઈ રીતે વિરોધ કરવો તેની તૈયારી ન હોય તો અમે તૈયારી પણ આપીશું.

આ સંવિધાન બચાવો રેલીની વાત કરવામાં આવે તો રાજકોટના હોસ્પિટલ ચોકથી આ રેલીનું આજે ત્રણ વાગે પ્રસ્થાન થશે. આ રેલીમાં આચાર્ય પ્રમોદ, સ્વામી ચક્રપાણી, પાટીદાર અનામત આંદોલન કન્વીનર હાર્દિક પટેલ, અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, યુવા નેતા કનૈયા કુમાર ઉપસ્થિત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp