ગુજરાત વિધાનસભામાં મારામારી અંગે હાર્દિકનો ગુસ્સો ફાટ્યો, જાણો શું કહ્યું?

PC: facebook.com/HardikPatel.Official

ગુજરાત વિધાનસભામાં આજે બનેલી ઘટના અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ ટવિટ કરી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. હાર્દિકે આખીય ઘટનાને વખોડી હતી અને ભાજપ સરકારની નીતિઓની ટીકા કરી હતી.

હાર્દિકે લખ્યું કે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો સાથે મારામારીની ઘટનાથી એવું લાગે છે લોકશાહીનું ચીરહરણ થઈ ગયું છે. હવે નિર્દોષ લોકો પર થશે લાઠીચાર્જ અને ગોળીબાર કરવામાં આવ્યો તો શું ત્યારે લોકશાહીનું ચીરહરણ થયું ન હતું.

અત્રે જણાવી દઈએ કે પાટીદાર અનામત આંદોલન સમયે 14 પાટીદાર યુવાનોને પોલીસે ગોળી મારી હતી. આજે પણ હાર્દિક પટેલ આ તમામ શહીદ થયેલા યુવાનોને ન્યાય મળે તે માટે લડત ચલાવી રહ્યો છે.

આ ઉપરાંત હાર્દિકે લખ્યું કે ભાજપના નેતાઓ પોતાની બહુમતિના જોરે નવા ધારાસભ્યોને મારી નાંખવાની ધમકી આપે છે. મા-બેનની ગાળો આપે છે. તો આ સ્થિતિમાં કોણ ચૂપ રહેશે.

ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ કોંગ્રેસના ધારાસભ્યોને ગાળ આપતા ત્યાર બાદ બબાલ થઈ હતી. સ્પીકરે ભાજપને ધારાસભ્યો સામે કોઈ પગલા ભર્યા નથી તે પણ એક ચર્ચાનો વિષય છે. હાર્દિક સરકારની જોહુકમી સામે આવી રીતે ટવિટ કરી વિરોધ વ્યક્ત કર્યો છે.

અન્ય એક ટવિટમાં હાર્દિકે લખ્યું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા સરકારની ખોટી નીતિઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ કોંગ્રેસનો વિરોધ જનતાનો અવાજ કેમ બની રહ્યો નથી. કોંગ્રેસે હાર્દિકે કહેલી વાત પર ધ્યાન આપવાની જરૂર છે. કોંગ્રેસ કશું પણ કરે છે પરંતુ લોકોનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહેલી જણાય છે. હાર્દિકે આ તરફ વ્યંગ્ય કર્યો છે અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પર વાકપ્રહાર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp