26th January selfie contest

આંદોલન પહેલા ભગવાનના દર્શને હાર્દિક પટેલ, જુઓ વધુ ફોટો

PC: twitter.com/hardikpatel_

પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર હાર્દિક પટેલ 25 તારીખથી ફરીએકવાર આંદોલન શરૂ કરવાનો છે, તે પહેલા રથયાત્રા પૂર્વે તે અમદાવાદ સ્થિત પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરે દર્શને પહોંચ્યો હતો. તેણે ટ્વીટ કરીને અનેક ફોટો પણ શેર કર્યા હતા અને લખ્યું હતું કે, મંદિરના પ્રાંગણમાં ઐતિહાસિક રથયાત્રા પહેલા ભગવાનના ચરણોમાં શીષ નમાવી, મંદિરના મહંત દિલીપદાસજી મહારાજના આર્શિર્વાદ પ્રાપ્ત કર્યા.

 

25 ઓગસ્ટથી હાર્દિક પટેલનું આંદોલન શરૂ થશે...

25 ઓગસ્ટ 2018ને પાટીદાર ક્રાંતિ દિવસથી પાટીદાર નેતા હાર્દિક પટેલ અનામત ન મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર ઉતરી જવાની જાહેરાત કરી છે. તે પાટીદાર સમાજને અનામત આપોની માંગ અને અન્નના ત્યાગ સાથે આમરણ ઉપવાસ ઉપર ઉતરી જશે. PAASના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ‘જ્યાં સુધી પાટીદાર સમાજને અનામતનો લાભ નહીં મળે ત્યાં સુધી હું આમરણ ઉપવાસ ઉપર બેસીશ. જીવ જાય તો જાય પણ હવે અનામત ઉપર સરકાર નક્કી કરે લે.’

ગુજરાતમાંથી રોજ હજારોની સંખ્યામાં લોકો જોડાશે અને અસંખ્ય લોકોએ હાર્દિકને સહયોગ આપવા એક દિવસના પ્રતીક ઉપવાસ પણ કરશે. પ્રતિક ઉપવાસમાં જોડાનાર પ્રત્યેક વ્યક્તિ સરકારને અનામત ના મુદ્દે જગાડવા માટે મુંડન કરાવશે. તેણે ઉપવાસના સ્થળની જાહેરાત કરી નથી. પણ સુરત ખાતે તે અને સમગ્ર PAAS ટીમ ઉપવાસ પર બેસે એવી શક્યતા છે. અમદાવાદ GMDCની 10 લાખ લોકોની રેલી બાદ સુરતની 8 લાખ લોકોની રેલી કર્યા બાદની આ ત્રીજી મહત્ત્વની મોટી ઘટના છે. આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત બાદ રાજ્ય સરકારે હવે ચોક્કસ પ્રકારની નીતિ અપનાવવી પડશે. કારણ કે તેની સાથે માસ જોડાશે. દરેક બિન અનામત જાતિના લોકો ઉપવાસમાં જોડાશે.

CM રૂપાણીની ભાજપ સરકાર દ્વારા અનામત અંગે કોઈ નિર્ણય ન લેવાતાં આખરી ફેંસલો કરી લેવા હાર્દિક પટેલે નક્કી કર્યું છે. તેથી સરકાર પર દબાણ વધશે. છેલ્લા બે મહિનાથી ટીમ હાર્દિક અનામત કેમ મળી શકે તેની ચર્ચા વિચારણા અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસેના એક પ્લોટ પર બેઠક કરી રહ્યો હતો, જેમાં અનામત મેળવવા માટે કાયદાકીય કાર્યવાહી ઉપરાંત અસરકારક હથિયાર તરીકે ગાંધીજી અને સરદાર પટેલનું અસરકારક હથિયાર ઉપવાસ આંદોલન કરવાનું નક્કી કર્યું હતું. જેને તમામ ચોકાઓએ ટેકો આપ્યો છે.

પાટીદાર શહીદ યાત્રાને લોકોએ ફરી એક વખત ઢંઢોળી મૂક્યા છે. આ યાત્રાથી હાર્દિક પટેલ માટે તૈયાર પ્લેટફોર્મ મળી ગયું છે. જેનો સીધો ફાયદો ઉપવાસ આંદોલનને થશે. અન્નાના ત્યાગને ટેકો આપીને અન્ના ભંડારો ભરી આપતા ખેડૂતોએ દરેક ગામમાંથી સામૂહિક ટેકો જાહેર કરવા માટે તૈયારી શરૂ કરી છે.

ગાંધીનગરમાં જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સાથે મળીને જે હંગામો મચાવ્યો હતો તે આ ત્રણેય નેતાઓની એકતા બતાવે છે. તેના બીજા જ દિવસે યોગ્ય સમયે અનામત આંદોલનની વ્યૂહાત્મક જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp