રાજકોટમાં ગરબે ઘૂમ્યો હાર્દિક, જુઓ વીડિયો અને ફોટોઝ

PC: twitter.com/hardikpatel_

નવરાત્રીના પ્રથમ દિવસે પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર હાર્દિક પટેલ રાજકોટ પહોંચ્યો હતો અને ત્યાં તેણે ગરબે ઘૂમવાનો પણ આનંદ ઉઠાવ્યો હતો. રાજકોટના જસદણમાં સત્યમેવ જયતે નવરાત્રી મહોત્સવમાં તે હાજરી આપવા ગયો હતો, જ્યાં તેણે માતાજીની આરતી ઉતારી હતી અને ત્યાર બાદ મહિલાઓ સાથે ગરબે પણ ઘૂમ્યો હતો. તેનો ગરબે ઘૂમતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

 

આ પહેલા તેણે જસદણના વીરનગર ગામમાં ખેડૂતોની સમસ્યાઓને લઈને પણ સંબોધન કર્યું હતું અને તેણે કહ્યું હતું કે, ગુજરાતમાં સરદાર સાહેબના નામે રાજનીતિ કરી રહેલા કદાચ સરદાર સાહેબના ઉચ્ચ વિચારોને જ ભૂલી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp