ભાજપ હવે હિન્દુ સાથે નથી તેથી ત્યાગ કર્યો: હરેશ ભટ્ટ

15 Nov, 2017
01:31 AM
PC: dmcdn.net

2002ના કોમી તોફાનો પછી RSSની મજબૂત શાખા બજરંગદળ છોડી દેનાર હરેશ ભટ્ટ કહે છે કે, 'ભાજપ માટે હું હિન્દુવાદી ચહેરો હતો. મને ગોધરાથી ભાજપની ચૂંટણીમાં ઊભો રાખવામાં આવ્યો હતો. તેથી મારે બજરંગદળ છોડવું પડયું હતું. હું ગોધરાથી જીત પણ ગયો. પણ રાજકારણ જુદી ચીજ છે. તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ સદ્ભાવના શરૂ કરી. પછી ભાજપને મારા ચહેરાની કે હિન્દુઓની જરૂર રહી નહીં. હવે 16 વર્ષે નકકી કર્યું કે ભાજપ છોડી દેવું. મેં ભાજપ એટલા માટે છોડી દીધું છે કે ભાજપ હવે અસલી રહ્યો નથી. કાશ્મીરમાં કટ્ટરવાદી મુસ્લિમ પક્ષ સાથે સરકાર બનાવી છે.

તેમણે કહ્યું કે કાશ્મીર મુદ્દે ભાજપ કંઇ કરતો નથી. 370કલમ રદ કરવા અમેં જિંદગી ખર્ચી છે. હવે ગુજરાતમાં મૌલવીઓને ભાજપના પ્રચારક તરીકે બોલાવવામાં આવી રહ્યાં છે. હું તો હિન્દુત્વમાં માનનારો છું. એટલે આ બધા કારણોસર મેં ભાજપ છોડી દીધું છે. હિન્દુની ભલાઈ કરનાર પક્ષ શિવસેનામાં જોડાવા માટે ઉદ્ધવ ઠાકરેએ મને ફોન કરીને બોલાવ્યો હતો. ગુજરાતમાં મેં આજે વાપીમાં પ્રવેશ કર્યો હતો તેની સાથે મારું સ્વાગત કર્યું હતું.'

તેમણે કહ્યું કે તેમની જે વાત હોય તે પણ વાસ્તવિકતા જૂદી છે. 70 બેઠકો પર સેના ઉમેદવાર ઉભા રાખશે જ્યાં ભાજપ બહું ઓછી સરસાઇથી જીત્યો હોય. જ્યાં સરકાર સામે રોષ હોય એવી બેઠકો પસંદ કરે તો જે જે નારાજ મતો કોંગ્રેસ તરફી જવાના હોય તે સેના તરફી આવે અને ભાજપને ભરપૂર ફાયદો થાય અને સરકાર બનાવે.

2012ની ચૂંટણીમાં આવા 15%મતો કેશુભાઈ પટેલ અને અન્ય પક્ષો લઈ ગયા હતા. જો 15%ના અડધા મતો પણ કોંગ્રેસને મળ્યા હોત તો સરકાર કોંગ્રેસની હોત. નરેન્દ્ર મોદી અને અમિત શાહે અપક્ષો અને પક્ષોને મોટાપાયે ઊભા રાખતા તેમની સરકાર બની હતી. આ વખતે પણ ભાજપને ફાયદો કરાવવા માટે અપક્ષો અને પક્ષો મોટા પ્રમાણમાં ચૂંટણીમાં હશે. જેમાં શિવસેના પણ એક છે કે જેના કારણે ગુજરાતી પ્રજાએ મુંબઈ છોડી દીધું છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: