અમદાવાદમાં તહેવારને લઈને આરોગ્ય વિભાગ સતર્ક

PC: gujarati.news18.com

અમદાવાદ શહેરમાં ઉત્તરાયણના તહેવારને લઈને આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં ખાણીપીણીની દુકાનો છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉતરાયણના તહેવાર હોવાના કારણે ખાસ ઉંધિયું, ચીક્કી અને જલેબી બનાવતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

ઉતરાયણના તહેવારમાં વેપારીઓ ઉંધિયું, ચીક્કી અને જલેબી જેવી વાનગીઓ બનાવતા હોય છે. તેથી આરોગ્ય વિભાગ દ્વારા ઉંધિયું તેમજ જલેબીના નમુના લઈને તપાસ માટે લેબમાં મોકલવામાં આવશે. મહત્વનું છે ઉતરાયણના તહેવારમાં લોકો આવી વાનગીઓ વધારે આરોગતા હોય છે. તેના કારણે વેપારીઓ દ્વારા વધુ નફો કમાવાની લાલચે હલકી ગુણવત્તાવાળી ખાદ્યસામગ્રીનો ઉપયોગ કરતા હોય છે.

આ વખતે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયુ છે. અને આવી ભેળસેળવાળી વાનગીઓથી અમદાવાદીઓને સલામત રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા હલકી ગુણવત્તાવાળી ખાદ્યસામગ્રીનો ઉપયોગ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામા આવી રહ્યાં છે. તેથી વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.

જેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે. અને આવા વેપારીઓ પર તવાઈ બોલાવી છે. આરોગ્ય વિભાગની કાર્યવાહીને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp