સૌરાષ્ટ્રના આ તાલુકામાં અડધા કલાકમાં બે ઇંચ વરસાદ

PC: youtube.com

મેઘરાજાને ગુજરાતમાંથી જવાનું મન જ ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, ગુજરાતમાં 138% કરતા વધારે વરસાદ પડ્યા પછી કેટલીક જગ્યા પર વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ગુજરાતની નદીઓ, તળાવ અને ડેમોમાં પાણી સમતા નથી. એક તરફ સારા વરસાદના કારણે ખેડૂતો ખૂશ છે તો બીજી તરફ ખેડૂતોને વરસાદના કારણે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ વાવેલા માંડવી અને કપાસનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોને મુશ્કેલીમાં જોઈને સરકાર દ્વારા વીમાકંપનીઓને ખેડૂતોને સર્વે કરીને વળતર ચૂકવવાના આદેશો કરવામાં આવ્યા છે.

બે દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોવાના કારણે ખેડૂતો ખેતરમાં પોતાના કામે લાગ્યા હતા ત્યારે સૌરાષ્ટ્રમાં એકાએક ધોધમાર વરસાદ પડતા ખેડૂતોને ખેતરોમાં પાછા વરસાદના પાણી ભરાઈ ગયા હતા. કોડીનાર અને તેની આસપાસના વિસ્તારના બપોરના ચાર વાગ્યાના અસારવામાં વરસાદ શરૂ થયો હતો. ધીમે ધીમે વરસાદનું જોર પણ વધ્યું હતું. ભારે પવન વીજળી સાથે એક કલાકમાં બે કલાક વરસાદ વરસ્યો હતો. માળીયામાં અડધા કલાકમાં બે ઇંચ વરસાદ પડવાના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગીરગઢડામાં પંથકના સણોસરી, નગડીયા, નિતલી, વડલી ગામમાં દોઢ ઇંચ કરતા વધારે વરસાદ અને અન્ય તેની આજુબાજુના વિસ્તારોમાં એક કલાકમાં અડધાથી બે ઇંચ વરસાદ પડ્યો હતો. રિપોર્ટ મુજબ ખાંભા સહિત ગીરના જંગલમાં એક કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp